નવી દિલ્હી: 2018માં સર્વોચ્ચ અદાલતે રદ કરેલી ભારતીય ફોજદારી ધારાની કલમ 497 જે પરણીત પુરુષને અન્ય સ્ત્રી સાથેના સંબંધને ‘વ્યભીચાર’ ની વ્યાખ્યામાં સમાવી તેને અપરાધ ગણવાની જોગવાઈ હતી તે રદ કરી હતી અને પરસ્પરની સહમતીથી વયસ્ક દ્વારા બંધાતા સંબંધોને અપરાધ ગણી શકાય નહી તેવું પ્રસ્તાપીત કર્યુ હતું પણ મોદી સરકાર હવે ભારતીય ફોજદારી ધારાના બદલે જે નવો ભારતીય ન્યાય સંહિતા ખરડો લાવી રહી છે.
તેમાં ફરી એક વાત વ્યભીચારને અપરાધ ગણવાની જોગવાઈ માટે સંસદીય સમીતીએ ભલામણ કરી છે. જો કે તેમાં આ ધારાની જોગવાઈને જેન્ડર-નેચરલ એટલે કે પુરુષ કે સ્ત્રીના ભેદભાવ વગર જ અપરાધ ગણવા ભલામણ કરી છે. રદ થયેલી કલમ 497માં ફકત પુરુષો જ આ પ્રકારના સંબંધો જેને એડલ્ટરી- વ્યભીચાર માટે દોષીત ગણવાની જોગવાઈ હતી પણ નવા કાનુનમાં સ્ત્રીને પણ જવાબદાર ગણવા માટે ભલામણ થઈ છે. સંસદીય સમીતીએ જણાવ્યું કે લગ્ન સંસ્થાની પવિત્રતા જાળવી રાખવા આ જરૂરી છે.
બ્રિટીશ સમયના ઈન્ડીયન પીનલ કોડના સ્થાને મોદી સરકાર હવે નવો ભારતીય ન્યાય સંહિતા લાવી રહી છે જે હાલમાં જ સંસદના સત્રમાં રજૂ થયો અને તે સ્ટેન્ડીંગ સમીતીને વધુ ભલામણ માટે સુપ્રત થયો હતો. જેણે વ્યભીચારને અપરાધ ગણતી જોગવાઈ ફરી લાવવાની ભલામણ કરી છે અને આ ભલામણ જો સ્વીકારાય તો પરણીત સ્ત્રી કે પુરુષ જો અન્ય સાથે સંબંધમાં હોય (પછી તે સંમતીના હોય તો પણ) તો તે અપરાધ ગણાશે. અગાઉ 2018માં પણ મોદી સરકારે આ જોગવાઈ રદ કરવાનો સુપ્રીમ કોર્ટમાં વિરોધ કર્યો હતો.
સંસદીય સમીતીમાં પણ આ ધારો પુરુષ-સ્ત્રી બન્ને માટે અપરાધ ગણવાની ભલામણ કરવાની જરૂરિયાત ગણાતા ઉમેર્યુ કે જો લગ્ન સંસ્થાની પવિત્રતાની વાત હોય તો તે સ્ત્રી-પુરુષ બન્નેને લાગુ થવી જોઈએ. અગાઉની ધારા 497માં વ્યભીચાર માટે દોષિત જાહેર થતા પુરુષને પાંચ વર્ષ સુધીની જેલ સજા તથા દંડ અથવા બન્ને સજા થઈ શકતી હતી.
જેમાં સેકસ માણવામાં આવ્યો હોય પણ તેમાં ‘રેપ’ ગણાશે નહી. કારણ કે પરસ્પરની સંમતીથી તે સંબંધ બંધાયા હવે જો કે અગાઉ સર્વોચ્ચ અદાલત સમક્ષ જાળવી રીટમાં એ દલીલ કરવામાં આવી હતી કે આ પ્રકારની જોગવાઈ બંધારણની જોગવાઈ 14-15-21 જે સ્વતંત્રતા બક્ષે છે તેનો ભંગ છે. ઉપરાંત મહિલાની મહિલાની ગુપ્તતાનો ભંગ છે તો ફકત પુરુષને જ જવાબદાર ગણાય છે.