- બાલાસિનોર એસટી વિભાગના કર્મચારીઓએ સુત્રોચ્ચાર કરી વિરોધ નોંધાવ્યો.
બાલાસીનોર, ગુજરાત એસટી નિગમના કર્મચારીઓના ઘણાં લાંબા સમયનો પડતર 19 જેટલી માંગણીઓ માટે નિગમ માન્ય સ્ટેટ ટ્રાન્સપોર્ટ વર્કર્સ ફેડરેશન મજૂર મહાજન), એસ.ટી.કર્મચારી મંડળ (ઇન્ટુક) એસટી મઝદૂર સંઘ (બીએમએસ) ત્રણેય સંગઠનો એટલે સંકલન સમીતી દ્વારા લેખિત તેમજ માખિક રજુઆતો કરવા છતાં આજ દિનન સુધી તે પ્રશ્ર્નોના કોઈ જ નિકાલ નહી આવતા નિરાકરણ માટે નિગમના દરેક કર્મચારીઓ સ્વયંભૂ ગાંધી ચિન્ધ્યા માર્ગે, શાંતિપુર્ણ રીતે તા.23 ઓક્ટોના રોજથી વિવિધ કાર્યક્રમો સાથે આંદોલનની શરૂઆત કરી છે. જેમા બાલાસિનોર કર્મચારીઓ પણ જોડાયા છે. જેમાં તા.25 થી 27 ઓક્ટો સુધી કર્મચારીઓ રીશેષ સમય દરમ્યાન પોતાના ફરજના સ્થળે એટલે કે નિગમની પ્રમાઈસીસની બહાર રહી સુત્રોચ્ચાર કરી વિરોધ નોંધાવશે. તા.28 થી 31 ઓક્ટો નિગમના તમામ કર્મચારીઓ કાળી પટ્ટી/કાળા વસ્ત્રો પહેરી પોતાની ફરજો બજાવશે તથા તા. 2 નવે 2023ની મધ્યરાત્રીના 00-00 કલાકથી એટલે કે તા.3 નવેના રોજથી નિગમના તમામ કર્મચારીઓ પડતર પ્રશ્ર્નોનું નિરાકરણ ન આવે ત્યાં સુધી સ્વયંભૂ માસ સી.એલ. ઉપર ઉતરશે.