- બાલાસિનોર આરોગ્ય વિભાગના 40 કરતા વધારે કર્મચારીઓની ટીમ ઉતારી તપાસ કરવામાં આવી.
બાલાસીનોર,બાલાસિનોર નગર વિસ્તારમાં આવેલા અંજુમન ચોક સહિતના વિસ્તારોમાં ગટર અને વોટર વોર્કસના પાણી મિશ્રિત થતાં આ વિસ્તારના 108 જેટલા બાળકોને ટાઈફોઈડ અને મેલેરિયા સહિતના રોગોમાં સપડાયા હતા જ્યારે પંચમહાલ સમચાર નાંઅહેવાલ પ્રસિદ્ધ કરતા આરોગ્ય વિભાગ દોડતું થયું છે.
મળતી વિગતો અનુસાર બાલાસિનોર નગર વિસ્તારમાં આવેલા અંજુમન ચોક,નિશાળ ચોક, મોચીવાડ વિસ્તાર સહિત ક્ધયા શાળા, તાલુકા શાળા પાસે ગટરના પાણી ઉભરાતા વિસ્તારમાં બારેમાસ કાદવ-કીચડથી ખદબદી ઉઠ્યો છે. ત્યારે આ વિસ્તારમાં પીવાના પાણીમાં ભારે દુર્ગંધ મારતાં સ્થાનિક પ્રજા પીવાનું પાણી પી નથી શકતા, ત્યારે આજરોજ બાલાસિનોર તાલુકા આરોગ્ય વિભાગના 40 કરતા વધુ કર્મચારીઓનો કાફલો આ વિસ્તારમાં ઉતારી દેવા આવ્યો છે. આરોગ્ય વિભાગના કર્મચારીઓ દ્વારા ઘરે-ઘરે જઈ તપાસ હાથ ધરવામાં આવી રહી છે. ત્યારે આરોગ્ય વિભાગ દ્વારા પાણીના સેમ્પલ ચેક કરવામાં આવતા પાણી પીવા લાયક ના હોવાનું જણાઇ આવ્યું છે. ત્યારે આરોગ્ય વિભાગ દ્વારા ક્લોરિન સહિત અનેક આરોગ્ય લક્ષી કીટ સ્થાનિકોને આપવામાં આવી હતી.