પંચમહાલ જીલ્લાના માજી સાંસદ પ્રભાતસિંહ ચૌહાણનું 83 વર્ષની ઉંમરે અવસાન થવા પામ્યું

ગોધરા,પંંચમહાલ જીલ્લાના બાહુબલી માજી સાંસદ પ્રભાતસિંહ ચૌહાણનું આજે વહેલી સવારે નિત્યક્રમ પ્રમાણે ખેતર માંથી પરત ફરી રહ્યા હતા. દરમિયાન અચાનક નીચે પડી જતાં તેમનુંં નિધન થવા પામ્યુંં હતું. માજી સાંસદની અંંતિમયાત્રા તેમના નિવાસ સ્થાનેથી આવતી કાલે 10 વાગ્યે નિકળશે.

પંચમહાલ જીલ્લાના માજી સાંસદ પ્રભાતસિંહ ચૌહાણે મહેલોલ સરપંચ તરીકે પોતાની રાજકીય કારકીર્દીની શરૂઆત કરી હતી. પ્રભાતસિંહ ચૌહાણ જીલ્લા પંચાયત, તાલુકા પંચાાયત વિવિધ પદો ઉપર રહી ચુકયા હતા. પ્રભાતસિંહ ચૌહાણ 1980 અને 1985માં કાલોલ બેઠક ઉપર કોંગ્રેસ બેનેર ઉપર ચુંટણી લડી ધારાસભ્ય તરીકે ચુંંટાઈ આવ્યા હતા. 1990માં કોંંગ્રેસ પાર્ટીએ ટીકિટ નહિ આપતાં ભાજપમાં જોડાયા હતા. ભાજપ માંથી 1995, 19998, અને 2002માંં ધારાસભ્ય બન્યા અને ગુજરાત સરકારમાં મંત્રી તરીકે પણ રહી ચૂકયા હતા. પ્રભાતસિંહ ચૌહાણ 2009 અને 2014માં લોકસભા ચુંટાઈને સાંસદ સભ્ય બન્યા હતા. 2019માં ભાજપે લોકસભાની ટીકિટ નહિ આપતાં નારાજ થઈને કોંગ્રેસમાં જોડાયા હતા. પંચમહાલ જીલ્લામાં લાંબી રાજકીય કારકીર્દી ધરાવતા બાહુબલી નેતા પ્રભાતસિંહ ચૌહાણનુંં 83 વર્ષની ઉંમરે સ્વાસ્થય સારુંં હતુંં. નિત્યક્રમ મુજબ આજરોજ વહેલી સવારે ખેતરમાં મોરને દાણા ખવડાવવા માટે ગયા હતા અને ખેતર માંથી પરત ફરતી વખતે અચાનક પડી જતાં નિધન થવા પામ્યુંં હતું. માજી સાંસદ પ્રભાતસિંહ ચૌહાણના નિધનથી જીલ્લાના રાજકારણમાં મોટી ખોટ ઉભી થવા પામી છે.