રાતના અંધકારમાં કોઠી કિલનિક દ્વારા થઈ રહેલ ગેરકાદેસર બાંધકામ પર પાલિકા ક્યારે તપાસ હાથ ધરશે.

હાલ ગોધરા પાલિકા વિસ્તારમાં ગેરકાયદેસના બાંધકામની મોટી બૂમો ઉઠી છે ત્યારે ગોધરા શહેરના બજાર રાણી મસ્જિદ પાસે કોઠી કિલનિક વાળી રેસિડેન્ટસી મકાનમાં કોમર્શિયલ ક્લિનિક બનાવી તેમ જ હાલ આ બિલ્ડીંગમાં પાંચમા માળ નું બાંધકામ કરાઈ રહ્યું છે આ બાંધકામ માટે પાલિકાની બાંધકામની મંજૂરી લેવામાં આવી ન હોય તેને લઈ રાતના અંધકારમાં પાંચમાં માળનો સ્લેબ ભરવામાં આવી રહ્યો છે ત્યારે પાલિકા ના અધિકારીઓ શું આ ચાલુ બાંધકામને રોકવા ની હિંમત કરશે ખરા…?

ગોધરા નવા બજાર રાણી મસ્જિદ પાસે કોઠી ક્લિનિક આવેલ છે જેમાં પાલિકા પાસેથી બાંધકામ પરવાનગી મેળવી નથી તેવા સમયમાં કોઠી ક્લિનિક દ્વારા બાંધકામ કરાઈ રહ્યું છે જ વિસ્તારમાં ટ્રાફિકની વારંવાર સમસ્યા જોવા મળતી હોય છે પાર્કિંગ ની વ્યવસ્થા તેમજ બાંધકામ માટે પરવાનગી ના લઈ અવારનવાર ટ્રાફિકની સમસ્યાને સર્જાતી હોય છે આવા સમયમાં હાલ કોઠી ક્લિનિક દ્વારા પાંચમો માળ ઉપર ખેંચતા વધુ ટ્રાફિકની સમસ્યાને વિકરાળ બનાવવાની પેરવી કરાઇ રહી છે ત્યારે આવા બાંધકામ સામે પાલિકાના સતાધીશો કડકમાં કડક કાર્યવાહી કરી આવા બાંધકામો કરનાર સામે દાખલો બેસાડવાની જરૂર પડી છે.