કોંગ્રેસના યુવા નેતા વિશાલ સોલંકીનું હાર્ટએટેકથી નિધન

અમદાવાદ, કોંગ્રેસના યુવા નેતાનું હાર્ટએટેકથી નિધન થયું છે. કોંગ્રેસના આગેવાન વિશાલ સોલંકીનું ફક્ત ૩૯ વર્ષની વયે નિધન થયું છે. તેઓ કોંગ્રેસ સમિતિના સોશિયલ મીડિયાના યુવા નેતા હતા. તેઓને હૃદયની તકલીફનો અગાઉ કોઈ રેકોર્ડ ન હતો. તેમને અચાનક આવેલા હાર્ટએટેકના લીધે લોકોમાં ચિંતાની લાગણી પ્રસરી ગઈ છે. તેઓ ચાંદખેડામાં રહેતા હતા. અચાનક જ તેમનું નિધન થતાં સન્નાટો છવાઈ ગયો છે.

રાજ્યમાં નાની વયના યુવાનોના મોતના લીધે ચિંતાનું મોજું પ્રસરી ગયું છે. રાજ્યમાં નવરાત્રિ દરમિયાન હૃદયરોગના હુમલાથી ૩૬ના મોત થયા છે. તેમા સૌથી વધારે મોતના કિસ્સા સૌરાષ્ટ્રમાં નોંધાયા છે.

બીજો ક્રમ દક્ષિણ ગુજરાતનો આવે છે અને ત્રીજો ક્રમે ઉત્તર-મધ્ય ગુજરાતનો આવે છે. સૌરાષ્ટ્રમાં સૌથી વધુ ૧૬ના મોત હાર્ટએટેકથી થા છે. દક્ષિણ ગુજરાતમાં હાર્ટ એટેકથી મોતના ૧૫ કેસ નોંધાયા છે. ઉત્તર-મય ગુજરાતમાં અમદાવાદમાં હાર્ટએટેકથી ત્રણના મોત થયા છે.

આ હાર્ટએટેક કે કાડયાક એરેસ્ટથી મોત એવા થયા છે કે તેમા વ્યક્તિની સારવાર કરવાનો સમય પણમળ્યો નથી. મોટાભાગના કિસ્સાઓમાં તો વ્યક્તિ કામકાજ કરતાં બેભાન થઈને ઢળી પડતા હોય તેવું જ બહાર આવ્યા છે. પછી તે ગરબા ગાતા-ગાતા ઢળી પડે છે, બેઠાં-બેઠાં ઢળી પડે છે, વાહન ચલાવતા ઢળી પડે છે. એક યુવક તો શાક માર્કેટમાં ચાલતા-ચાલતા જઈ રહ્યો હતો અને અચાનક ઢળી પડ્યો હતો ને તેનું મોત નીપજ્યું હતું.

આશ્ર્ચર્યની વાત તો એ છે કે હાર્ટએટેકના મોટાભાગના કિસ્સામાં મૃત્યુ પામનારની ઉંમર ૫૦ વર્ષથી નીચેની જ છે. આ ૩૬ કિસ્સામાંથી એકપણ કિસ્સો એવો નથી કે ૫૦થી વધુ વયની વ્યક્તિને હાર્ટએટેક આવ્યો હતો. આ અત્યાર સુધીનું સૌથી મહત્વનું તારણ છે. આ સિવાયગરબા રમતી વખતે મૃત્યુ પામ્યા હોય તેવા કેસની સંખ્યા પણ વધારે છે.