અમદાવાદ, અમદાવાદીઓ દશેરાના દિવસે ફાફડા-જલેબી આરોગવામાં જરા પણ ક્સર છોડતા નથી. પછી ભલે તે ગમે તેટલા મોટા નેતા કેમ ન હોય, પણ ફાફડા-જલેબી આરોગવાનું તેઓ ચૂક્તા નથી.ત્યારે કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે પણ અમદાવાદમાં ફાફડા-જલેબી આરોગ્યા હતા.અમદાવાદના રાસ-ગરબાના એક કાર્યક્રમમાં અમિત શાહે ફાફડા-જલેબીની જયાફત માણી હતી.
કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ બે દિવસના ગુજરાત પ્રવાસે છે. સોમવારે રાત્રે અમિત શાહે અમદાવાદ એરપોર્ટ પર ઉતરાણ કર્યુ હતુ.જે પછી અમદાવાદમાં ૨ સ્થળે ગરબા આયોજનમાં તેમણે હાજરી આપી હતી. જે પૈકી સોમવારે એટલે કે ગત રાત્રે તેમણે માંડવી રાસલીલા ગરબા મહોત્સવમાં હાજરી આપી હતી. જ્યાં તેમણે ખેલૈયાઓ અને કાર્યકરોનો ઉત્સાહ વધાર્યો હતો. સાથે જ નાસ્તામાં ફાફડા-જલેબીની જયાફત માણી હતી. તેમણે ખૂબ હળવા મૂળમાં લોકો સાથે મુલાકાત કરી હતી. અમદાવાદીઓએ પણ આજે ફાફડા જલેબીની જયાફત માણી હતી સવારથી જ ફરસાણની દુકાનોમાં લોકોની લાઇનો જવા મળી હતી.