પાકિસ્તાન પર હવે વર્લ્ડ કપથી બહાર થવાની ખતરો મંડરાય રહ્યો છે. તેનું કારણ છે. અફધાનિસ્તાન સામે હાર જે તેને ખુબ મોંધી પડી છે. બાબર આઝમની ટીમને જેણે દુખ આપ્યું છે. તેનો એક ઉપાય છે ટૂર્નામેન્ટમાં તેની આગળની રમતમાં ધ્યાન આપવું પડશે. તેમજ અન્ય ટીમનું પ્રદર્શન પણ મહત્વનું રહેશે. સીધા શબ્દોમાં કહીએ તો અફધાનિસ્તાન સામે હાર બાદ સમીકરણો એટલા બદલાય ચૂકયા છે કે, પાકિસ્તાન (Pakistan)ને સેમિફાઈનલમાં જવું અધરું સાબિત થશે.\
ચેન્નાઈમાં અફધાનિસ્તાનના હાથે 8 વિકેટે પરાજય બાદ પોઈન્ટ ટેબલ પર કોઈ ફરક પડ્યો નથી. જે વર્લ્ડ કપ 2023ના પોઈન્ટ ટેબલમાં હજુ પણ 5 નંબર પર જ છે મતલબ કે અફધાનિસ્તાને 6ઠ્ઠા સ્થાન પર છલાંગ લગાવી છે. તેણે બાબરની ટીમને ડરાવી છે. પાકિસ્તાન અને અફધાનિસ્તાન 5 મેચ બાદ 2 જીત અને 3 હાર છે. બંન્નેના અંક પણ સમાન છે. ફરક માત્ર રનરેટનો છે. જે પાકિસ્તાન અફધાનિસ્તાનથી આગળ છે.
પાકિસ્તાને 9માંથી પોતાની 5 મેચ રમી છે. જેમાં 4 અંક છે અને તેનો રનરેટ -0.400 છે. હવે 4 મેચ રમવાની છે. આ 4 મેચમાં તેણે સાઉથ આફ્રિકા, બાંગ્લાદેશ, ન્યુઝીલેન્ડ અને ઈંગ્લેન્ડ સાથે રમવાની છે. પાકિસ્તાન ઈચ્છે તો વર્લ્ડકપની સેમિફાઈનલમાં પહચવું હોય તો આ 4 મેચ મોટા અંતરથી જીતવી પડશે. 8 અંક તેના ખાતામાં આવે સાથે રનરેટ પણ સારો થાય. પાકિસ્તાન જો તેની 4 મેચ જીતી લે છે. તો તેની 6 જીત થશે. મતલબ કે, ઈંગ્લેન્ડ માટે સેમિફાઈનલના દરવાજા બંધ થઈ જશે.
જો પોઈન્ટ ટેબલની હાલની પરિસ્થિતિ જોઈએ તો તેમાં હજુ ટોપ 4 ટીમ ભારત, ન્યુઝીલેન્ડ, સાઉથ આફ્રિકા અને ઓસ્ટ્રેલિયા છે. ભારતે પોતાની તમામ 5 મેચ જીતી છે અને તેના 10 અંક છે. 5માંથી 4 મેચ જીતી ન્યુઝીલેન્ડના 8 અંક છે. સાઉથ આફ્રિકાએ શરુઆતના 4 મેચમાંથી 3 મેચમાં જીત મેળવી છે. જ્યારે ઓસ્ટ્રેલિયાએ 4 મેચમાંથી 2 જીતી અને 2 મેચમાં હાર મળી છે.