રોટલીની જરૂરતમાં પાકિસ્તાન કોની મદદથી સતત મિસાઈલ પરીક્ષણો કરી રહ્યું છે

ઇસ્લામાબાદ,પાડોશી દેશ પાકિસ્તાને ઘોરી બેલેસ્ટિક મિસાઈલનું સફળ પરીક્ષણ કર્યું છે. પાકિસ્તાની સેનાએ મંગળવારે આ જાણકારી આપી. એક અઠવાડિયામાં પાકિસ્તાન તરફથી આ પ્રકારનું આ બીજું પરીક્ષણ છે. ગત સપ્તાહે પાકિસ્તાને બેલેસ્ટિક મિસાઈલ અબાબીલ વેપન સિસ્ટમનું પરીક્ષણ કર્યું હતું. જો કે આ પછી સવાલો ઉઠવા લાગ્યા છે કે રોટલીની જરૂરતમાં પાકિસ્તાન કોની મદદથી સતત મિસાઈલ પરીક્ષણો કરી રહ્યું છે અને તેમાં કોની ઉધાર સામગ્રીનો ઉપયોગ કરવામાં આવે છે.

પાકિસ્તાની સેનાના નિવેદન અનુસાર, કમાન્ડર છજીહ્લઝ્ર, વ્યૂહાત્મક દળોના વરિષ્ઠ અધિકારીઓ, વૈજ્ઞાનિકો અને એન્જિનિયરોની હાજરીમાં મિસાઈલ લોન્ચ કરવામાં આવી હતી. છજીહ્લઝ્ર કમાન્ડરે પાકિસ્તાનની વ્યૂહાત્મક ક્ષમતાને વધારવામાં તેમના યોગદાન માટે વૈજ્ઞાનિકો અને એન્જિનિયરોની પણ પ્રશંસા કરી હતી, એમ નિવેદનમાં જણાવાયું છે.

તમને જણાવી દઈએ કે પાકિસ્તાનની ગૌરી બેલેસ્ટિક મિસાઈલ ઘણી શક્તિશાળી છે અને પરમાણુ હથિયાર લઈ જવા માટે સક્ષમ છે. ગૌરી મિસાઈલની રેન્જ ૧૩૦૦ કિલોમીટર છે અને તે પરમાણુ હથિયાર લઈ જવા માટે સક્ષમ છે. આ પહેલા પાકિસ્તાને ઓક્ટોબર ૨૦૧૮માં પણ ગૌરી બેલેસ્ટિક મિસાઈલનું પરીક્ષણ કર્યું હતું.

અમેરિકાએ પાકિસ્તાનના બેલિસ્ટિક મિસાઈલ પ્રોગ્રામને મિસાઈલ સાધનો સપ્લાય કરતી ત્રણ ચીની કંપનીઓ પર પ્રતિબંધો લાદ્યાના દિવસો બાદ ગૌરી હથિયાર પ્રણાલીનું પ્રશિક્ષણ લોન્ચ કરવામાં આવ્યું છે. તમને જણાવી દઈએ કે ચીન હંમેશાથી પાકિસ્તાનનું સાથી રહ્યું છે, જે ઈસ્લામાબાદના સૈન્ય આધુનિકીકરણ કાર્યક્રમ માટે હથિયારો અને સંરક્ષણ સાધનોનો મુખ્ય સપ્લાયર રહ્યો છે.

આ પહેલા પાકિસ્તાને તેની ડિટરન્સ ક્ષમતાને વધુ મજબૂત કરવા માટે ’અબાબીલ’ હથિયાર પ્રણાલીનું સફળ પરીક્ષણ કર્યું હતું. આ પરીક્ષણ પાકિસ્તાન દ્વારા હથિયાર પ્રણાલીની ડિઝાઇન, ટેકનિકલ માપદંડો અને કામગીરીની પુન: તપાસ કરવા માટે કરવામાં આવ્યું હતું. મિસાઇલ પ્રણાલીનો ઉદ્દેશ્ય પ્રતિરોધક ક્ષમતાને મજબૂત કરવાનો અને પ્રદેશમાં વ્યૂહાત્મક સ્થિરતા વધારવાનો હતો. અહેવાલો અનુસાર, અબાબીલ મિસાઈલની મહત્તમ રેન્જ ૨૨૦૦ કિલોમીટર છે અને તે ૧૫૦૦ કિલોગ્રામ વજનના વોરહેડને લઈ જવા માટે સક્ષમ છે. પાકિસ્તાને વર્ષ ૨૦૨૧માં સ્વદેશી રીતે વિકસિત ’ફતહ-૧ ગાઈડેડ મલ્ટી-લોન્ચ રોકેટ સિસ્ટમ’નું સફળતાપૂર્વક પરીક્ષણ કર્યું હતું. આ રોકેટ સિસ્ટમની રેન્જ ૧૪૦ કિલોમીટર છે.