- તાલુકાના ૧૩ પંચાયતમાં 100% વેક્સિન બાકીના પંચાયતનું ૯૦ ટકા વેક્સિન.
- ૭૧માં જન્મ દિન નિમિત્તે ગરીબો ને વિવિધ યોજનાનો મળિયો લાભ.
સંજેલી તાલુકામાં TDO ની અધ્યક્ષ સ્થાને દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમ શરૂ કરવામાં આવ્યો. મહાનુભાવોનું શાબ્દિક પુષ્પગુચ્છ થી સ્વાગત કરવામાં આવ્યું. અને એલઇડી ના માધ્યમથી ઉજવાલા ની 5 મિનિટની ફિલ્મ લાઈવ ટેલિગ્રામ લાઈવ પ્રસારણ કરવામાં આવી. તેમજ કીટ વિતરણ કરવામાં આવી. પ્રમાણપત્રનું વિતરણ કરવામાં આવ્યું.
તા. ૧૭ સપ્ટેમ્બરના રોજ પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદીના જન્મ દિવસે મહારસીકરણ અભિયાન અંતર્ગત તાલુકામાં લોકોને વેક્સિન આપવામાં આવી.ઉજ્જવલા ૨.૦ અંતર્ગત લાભાર્થીઓને ગેસ કનેક્સન આપવામાં આવિયા . તેમજ સ્વચ્છ ભારત મિશન અભિયાન હેઠળ ગામડાઓમાં સામુદાયિક સોકપીટ, વ્યક્તિગત સોકપીટ, શૌચાલયોનું સમારકામ, નવા શૌચાલય બનાવવા માટેના હુકમ વિતરિત .આ ઉપરાંત સંજેલી તાલુકામાં ગોવિંદા તળાઈ મુકામ ના કોરોના કાળમાં માતાપિતા ગુમાવનાર અનાથ બાળકોને મુખ્ય મંત્રી બાળ સેવા યોજના હેઠળ દર માસે ચાર હજાર રૂપિયા આપવાની યોજના અમલમાં છે. આ તમામ બાળકોના બેંક ખાતામાં સીધે સીધી સહાય રકમ ડી.બી.ટી. મારફત જમા કરાવવામાં આવશે. આ ઉપરાંત કોરોનામાં જે બાળકોએ માતા અથવા પિતા ગુમાવ્યા છે તેવા બાળકોને રૂ.૨૦૦૦ ની રકમ તેમના ખાતામાં જમા કરાવવામાં આવશે. પ્રધાનમંત્રીના જન્મ દિને યોજાનારા કાર્યક્રમમાં બાળકોને સહાય મંજૂરીના હુકમોનું વિતરણ કરવામાં આવ્યુ .Tdo સુરેશ ગામીત મામલતદાર પટેલ પુરવઠા મામલતદાર તાલુકાના સ્ટાફ પ્રમુખ ભુપેન્દ્ર સંગાડા, ન્યાય સમિતિના ચેરમેન અરવિંદ પીઠાયા, જગદીશ પરમાર, મહેન્દ્ર પલાસ, રમેશ તાવિયાડ માનસિંગ ગુરુજી, માનસિંગ બાદર, તાલુકા પ્રમુખ બારીયા સરપંચો સ્ટાફ ગણ, અને લાભાર્થીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યાં હતા.