રિઝર્વેશન પર ફૈસલા લો, નહીં તો જામ કર દેંગે મુંબઈ’, મરાઠા સંગઠનોએ શિંદે સરકારને આપી ચેતવણી

મહારાષ્ટ્રમાં મરાઠા રિઝર્વેશનને લઈને શિંદે સરકાર દ્વારા આપવામાં આવેલી જાહેરાત બાદ આ મામલો ફરી જોર પકડ્યો છે. અનામતના મુદ્દે શિંદે સરકારને ઘેરવા માટે તમામ મરાઠા સંગઠનો એક થઈ રહ્યા છે. મરાઠા ક્રાંતિ મોરચાએ સરકારને આ મુદ્દા બાબતે જલદીથી નિર્ણય લે તેવી કરી છે. જો અનામત અંગે કોઈ નિર્ણય નહીં લેવાય તો મુંબઈ સુધી લાંબી રેલી કાઢવામાં આવશે. તેવી ચેતવણી પણ આપી દેવામાં આવી છે.

રાજ્યમાં મરાઠા અનામતની માગને લઈને છેલ્લા 24 કલાકમાં બે યુવાનોએ સુસાઈડ કર્યુ છે. મરાઠા સંગઠનોએ આ સુસાઈડ માટે સરકારને જવાબદાર ઠેરવી છે. સંગઠનોનું કહેવું છે કે શિંદે સરકારે હવે કોઈપણ વિલંબ કર્યા વિના અનામતના મુદ્દે નિર્ણય લેવો પડશે. સંગઠનોએ સરકારને ચેતવણી આપી છે કે મરાઠા નેતા મનોજ જરાંગે દ્વારા સરકારને આપવામાં આવેલી સમયમર્યાદા મંગળવારે પૂરી થઈ રહી છે. આવી સ્થિતિમાં જરાંગે બુધવારથી ફરી ભૂખ હડતાળ પર ઉતરી શકે છે.

મનોજ જરાંગે તો ત્યાં સુધી કહી દીધું કે આ વખતે સામૂહિક ઉપવાસ થશે. આવી સ્થિતિમાં સરકાર સારી રીતે સમજે છે કે ગયા વખતની જેમ કાયદો અને વ્યવસ્થાનો પ્રશ્ન ઉભો ન થવો જોઈએ તો બીજી તરફ જોવા જઈએ તો મહારાષ્ટ્રના મુસ્લિમ નેતાઓએ પણ અનામતની માંગ માટે એકત્ર થવાનું શરૂ કરી દીધું છે. નસીમ ખાનથી લઈને અબુ આઝમી સુધી તેઓ દરરોજ મુસ્લિમ સંગઠનો સાથે બેઠક કરે છે, જેના કારણે સરકારની મુશ્કેલીઓમાં પણ વધારો થઈ રહ્યો છે.

વાસ્તવમાં દશેરાના એક દિવસ પહેલા જ શિંદે સરકારે ન્યૂઝ પેપરોમાં જાહેરાત આપી હતી. જાહેરાતમાં કહેવામાં આવ્યું છે કે, સરકારે મરાઠા અનામતને લઈને વચન આપ્યું છે, એટલે કે શિંદે સરકાર આના દ્વારા બતાવવા માંગે છે કે તે પોતાના વચન પર અડગ છે, પરંતુ અસલી વાત કાયદાકીય અવરોધોની છે.

શિવસેના ઉદ્ધવ ઠાકરે જૂથના નેતા સંજય રાઉતે પણ મરાઠા અનામતને લઈને શિંદે સરકાર પર પ્રહારો કર્યા છે. રાઉતે કહ્યું છે કે, અનામતની માંગને લઈને એક મહિનામાં ત્રણ આત્મહત્યા થઈ છે. આખરે આ સરકાર અનામતના મુદ્દે શું કરી રહી છે? તેમણે પૂછ્યું કે, સરકારે એક મહિનામાં શું કર્યું? હવે અમે અખબારોમાં જાહેરાત આપી છે કે અમે અનામત આપીએ છીએ. તમારી જ કેબિનેટમાં તમારા જ પક્ષના લોકો છે જે સમગ્ર વાતાવરણને બગાડી રહ્યા છે.