ચોમાસાની સિઝન દરમિયાન રોડ રસ્તાની હાલત અત્યંત બિસ્માર બની જતા હોય છે ત્યારે પંચમહાલમાં મેદાપુર ગામે સ્થાનિકોને પડતી હાલાકીનો એક વીડિયો સામે આવ્યો છે જેમાં ગામમાં જ એક ગર્ભવતી મહિલાને તાત્કાલિક 108 સુધી લઈ જવા દોઢ કિ.મી ચાલવું પડ્યું હતું.
મહિલાને પ્રસવ પીડા શરૂ થતા મહિલાને ખાટલામાં સુવડાવીને એમ્બ્યુલન્સ સુધી પહોંચાડવામાં આવી રહી છે. અહીં પંચમહાલમાં ચોમાસા દરિમાયન વિકટ પરિસ્થિતિ સર્જાતી હોય છે રોડ રસ્તા બિસ્માર બની જતા હોય છે. એટલું જ નહીં ગામમાં અનેક પાયાની સુવિધાઓ પણ ગ્રામજનો સુધી પહોંચી નથી ત્યારે તંત્ર સામે અનેક સવાલો ઉભા થાય છે.
વીડિયોમાં જોઈ શકાય છે કે કેવી રીતે એક ગર્ભવતી મહિલાને એમ્બ્યુલન્સ સુધી પહોંચવાનો રસ્તો ન હોવાને કારણે ખાટલામાં લઈ જવી પડી રહી છે હાલ મેદાપુર ગામે રોડ રસ્તાના સમારકામ માટે તંત્રને અનેકવાર રજૂઆત કરવામાં આવી છે છતા તંત્ર કોઈ ફરિયાદ સાંભળવા તૈયાર નથી, અધિકારીઓ પાસે સત્તા હોવા છતા હાથ પર હાથ ધરીને બેઠેલા જોવા મળે છે વિકાસની વાતો માત્ર કાગળ પર રહે છે ત્યારે અહીં માનવતાની દ્રષ્ટીએ રોડ રસ્તાના સમારકામ કરવામાં આવતું નથી.
સ્થાનિકોને પારાવારમુશ્કેલીઓનો સામનો કરવાનો વારો આવે છે એવામાં કોઈ અનિચ્છનિય ઘટના કે પરિસ્થિતિ સર્જાય તો કોણ જવાબદાર તે એક સવાલ છે પંચમહાલના અંતરિયાત વિસ્તારમાં આવેલા આ ગામમાં અનેક પાયાના પ્રશ્નોનું હજુ સુધી નિરાકણ લાવવામાં આવ્યું નથી સ્થાનિકોને વિકાસના કામો વલખા મારવા પડે છે સ્થાનિક તંત્ર પણ એકબીજા પર દોષનો ટોપલો ઢોળતા નજરે પડે છે અધિકારીઓ પાસે સત્તા હોવા છતા ગામમાં રોડ રસ્તાની મરામત કરવામાંઆ આવતી નથી ત્યારે હવે જોવાનું રહ્યું કે સ્થાનિકોની સમસ્યાનું નિરાકરણ ક્યારે આવે છે તે જોવાનું રહ્યું ?