ફતેપુરાના ધુધસ ગામે જેસીબી પલ્ટી જતાં જેસીબીમાં બેઠેલ વ્યકિત દબાઇ જતાં મોત

દાહોદ, દાહોદ જીલ્લાના ફતેપુરા તાલુકાના ઘુઘસ ગામે એક જેસીબીના ચાલકે જેસીબી પલટાવી દેતા જેસીબીમાં બેઠેલ એક વ્યક્તિ જીસીબીના નીચે દબાઈ જવાના કારણે મોત નિપજ્યાનું, જ્યારે જેસીબી ના ચાલકને શરીરે ઇજાઓ જાણવા મળે છે.

ગત તારીખ 22 મી ઓક્ટોબરના રોજ ફતેપુરા તાલુકાના ઘુઘસ ગામે દેવરાઈ ફળિયામાં એક જેસીબીના ચાલકે પોતાના કબજાનો જેસીબી પૂરઝડપે અને ભરી રીતે હંકારી લાવતો હતો તે સમયે જેસીબી અચાનક પલટી ખાઈ ગયું હતું અને જેસીબીમાં બાજુમાં બેઠેલા મોગાભાઈ હડિયાભાઇ પારગી (રહે ઘુઘસ, દેવરાઈ ફળિયુ, તા. ફતેપુરા જી. દાહોદ) ના જેસીબીના નીચે દબાઈ જવાના કારણે તેઓનું મોત નીપજ્યું હતું. જ્યારે ઘટના સ્થળે દોડી ગયેલ પોલીસે આ મામલે તપાસ કરતા જેસીબી ગાડીનો ચાલક ઘટના સ્થળ પરથી ખરાબ થઈ ગયો હોવાનું જાણવા મળતા પોલીસે જેસીબી ના નંબરની ઈ- ગુજકોપના માધ્યમથી સર્ચ કરતા વાહનના માલિક સુરેશભાઈ દીપાભાઇ પારગી (રહે. ઘુઘસ કુતીયા ભીલવાળ ફળિયુ, તાલુકો જી. દાહોદ) હોવાનું સામે આવ્યું હતું. જાણવા મળ્યા અનુસાર જેસીબી ગાડીના ચાલકને પણ શરીરે ઈજાઓ પહોંચવા પામી હતી અને માર્ગ અકસ્માત સર્જી જેસીબી ગાડીનો ચાલક ફરાર થઈ ગયો હતો.

આ સંબંધે ફતેપુરા પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.