દાહોદ, મહાત્મા ગાંધીજીની ‘સ્વચ્છ ભારત’ની સંકલ્પનાને સાકાર કરવા વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ ગાર્બેજ ફ્રી ઈન્ડીયાનો મંત્ર આપ્યો છે. ગુજરાતમાં પણ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલના નેતૃત્વ હેઠળ રાજ્યમાં ચાલી રહેલા વિવિધ સ્વચ્છતા અભિયાનના કાર્યક્રમોને, આગામી વધુ બે મહિના સુધી એટલે કે તા.15 ઓક્ટોબર થી 16 ડિસેમ્બર-2023 સુધી લંબાવવામાં આવ્યુ છે.
આજ રોજ સ્વછતા હી સેવા કાર્યક્રમ અંતર્ગત દાહોદ તાલુકાની ધામરડા પંચાયત પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની સાફ સફાઈની કામગીરી કરાવવામા આવી. જેમાં આરોગ્ય સાથે સંકળાયેલ કર્મયોગીઓ સાફ સફાઈ કરી આજુબાજુ સ્વચ્છતા રાખવા અને કચરો કચરા પેટીમાં નાખવા આહ્વાન કર્યું હતું.