દાહોદ, સમગ્ર દેશમાં “સ્વચ્છતા હી સેવા” અભિયાનની સફાઈ ઝુંબેશ પૂરજોશમાં ચાલી રહી છે. સ્વચ્છતા હી સેવા ઝુંબેશને સફળ બનાવવા માટે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીએ દેશવાસીઓને આહવાન કર્યું છે. ત્યારે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના દિશાનિર્દેશો હેઠળ રાજ્યભરમાં આગામી બે મહિના સુધી સ્વચ્છતા હી સેવા અભિયાન ચાલનાર છે.
સ્વચ્છતા હીઁ સેવા 2023 અભિયાન અંતર્ગત સારમારિયા પ્રાથમિક શાળાની સાફ સફાઇ કરવામાં આવી તેમજ ધાર્મિક સ્થળની સફાઈ અને iEC મેસેજ દ્વારા લોકોને સ્વછતા વિશે સમજ આપવામાં આવી. આ અભિયાનમાં વિદ્યાર્થીઓ સહિત ગ્રામજનો જોડાઈને સ્વચ્છતાનો સંદેશો આપ્યો હતો.