ગોધરામાંં 8માંં નોરતે ખેલૈયાઓ હિલોળે ચડયા : આખી રાત ગરબે ઝુમવા ઉત્સાહ

ગોધરા, નવરાત્રીના 8 માં નોરતે ગોધરા હિલોળે ચડ્યું વહેલી સવાર સુંધી ગરબે ઘૂમ્યા ખેલૈયાઓ માં આદ્યશક્તિ એક જગજનની અંબાના આરાધનાનું પાવન પર્વ એટલે નવરાત્રી ગુજરાત શહીદ દેશભરમાં નવરાત્રીની રંગે ચંગે ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે પંચમહાલ જિલ્લાના મુખ્ય મથક ગોધરા ખાતે પણ નવરાત્રીની ઉજવણી ધામધૂમ પૂર્વક થઈ રહી છે. મા શક્તિ અંબાની આરાધનાના ગરબે ઘૂમવા માટે હવે ફક્ત બે દિવસ બાકી રહ્યા છે. ત્યારે ખેલૈયા હોય આઠમા નોરતે મોડી રાત સુધી ગરબે ઘૂમી મજા માણી હતી. આ વખતે શેરી ગરબા તેમજ પાર્ટી પ્લોટોમાં પણ ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વખતે શેરી ગરબા નું લગભગ ગોધરા શહેરમાં 70 થી વધુ જગ્યાએ આયોજન કરવામાં આવ્યુ હતું. બે જેટલા પાર્ટી પ્લોટમાં વ્યવસાઇક ગરબા નું આયોજન કરવમાં આવ્યું હતું. છેલ્લા બે દિવસ ગરબા ના બાકી હોય જેને લઈ શહેર વાસીઓ મોડી રાત સુંધી અલગ અલગ જગ્યાએ ગરબા રમતા જોવા મળ્યા હતા.