કાલોલ,કાલોલ તાલુકાના નાદરખા ચોકડી પાસ અલ્ટો ગાડીના ચાલકે પોતાનું વાહન 5ુરઝડપે હંકારી લાવી બાઈકને અડફેટમાં લઇ પાછળ બેઠેલ વ્યકિતને પગના ભાગે ઈજાઓ પહોંંચાડી ગુન્હો કર્યાની ફરિયાદ નોંંધાવા પામી છે.
પ્રાપ્ત વિગતો મુજબ કાલોલ તાલુકાના નાંંદરખા ચોકડી પાસે અલ્ટો ગાડી નંં.જીજે.06.ડીજી.9806એ પોતાનું વાહન પુરઝડપે ગફલતભરી રીતે હંકારી લાવી બાઇક નં.જીજે.17.પી.4147ના અરવિંદભાઇ પટેલીયાની અડફેટમાં લેતાં બાઈક પાછળ બેઠેલ મારૂતીસિંહ પ્રતાપસિંહ ચૌહાણને પગના ભાગે ધુંટણ તેમજ શરીરે ઇજાઓ પહોચાડી નાશી જઈ ગુન્હો કર્યાની ફરિયાદ વેજલપુર પોલીસ મથકે નોંંધાવા પામી છે.