ગોધરા કાંકણપુર કોલેજમાં બહેનોની ખો-ખો સ્પર્ધા યોજાઈ

ગોધરા, ગોવિંદ ગુરૂ યુનિવર્સિટીમાં સમાવેશ થતી ગોધરા તાલુકાના કાંકણપુર કોલેજમાં બહેનો માટેની આંતર ખો-ખો સ્પર્ધાનું આયોજન લુણાવાડા ખાતે આવેલા વેદાંત સ્કૂલ ખાતે 18/10/23ના રોજ યોજવામાં આવી હતી. જેમાં શ્રી જે.એલ.કે. કોટેચા આર્ટસ કોમર્સ કોલેજ કાંકણપુરની બહેનોએ પણ ખો-ખોની ટીમ રમતમાં ભાગ લીધો. જેમાં સારૂં પ્રદર્શન કરી ટીમ વિજેતા બની હતી. આજરોજ કાકણપુર જે.એલ.કે. કોટેચા આર્ટ્સ કોમર્સ કોલેજ પરિવાર તરફથી વિજેતા બનેલી બહેનોનું સન્માન કરી અભિનંદન પાઠવવામાં આવ્યું હતું. લુણાવાડા ખાતે આવેલી વેદાંત સ્કૂલ ખાતે યોજાયેલી ખો-ખોની સ્પર્ધામાં ગોવિંદ ગુરૂ યુનિવર્સિટીમાં સમાવેશ થતી 15 જેટલી કોલેજના 250 કરતાં પણ વધારે વિદ્યાર્થીઓએ ખો-ખોની રમતમાં ભાગ લીધો હતો. જેમાં કાંકણપુર જે.એલ.કે.કોટેચા આર્ટ્સ કોમર્સ કોલેજની ટીમનો ભવ્ય વિજય મેળવ્યો હતો. જેને લઇને કાંકણપુર કોલેજના ટ્રસ્ટી મૌલિનભાઈ શાહ, મંત્રી મુકેશભાઈ શાહ, કોલેજના ઇન્ચાર્જ આચાર્ય ડી.જે.પી પટેલ તથા કોલેજના સમગ્ર સ્ટાફે ખેલાડીઓને અભિનંદન પાઠવ્યા હતા.