
સોમાલિયામાં આત્મઘાતી હુમલો થયો હોવાની જાણકારી પ્રાપ્ત થઈ છે. સોમાલિયાની રાજધાની મોગાદિશુમાં આત્મઘાતી હુમલો થયો છે. એક સૈન્ય ચોકી પર થયેલા આ હુમલામાં બે નાગરિક સહિત 6 લોકોના મોત થયા છે, જ્યારે અન્ય 9 લોકો ઈજાગ્રસ્ત થયા છે. આ જાણકારી સોમાલિયા પોલીસ તરફથી મળી રહી છે. પોલીસે દાવો કર્યો છે કે ઈસ્લામિક ગ્રુપ અલ-શબાબના આતંકીઓએ આ હુમલો કર્યો છે. સમાચાર એજન્સી તરફથી મળતી માહિતી મુજબ ત્યાં હાજર રહેલા લોકોએ જણાવ્યું કે હુમલાખોરો મોગાદિશુના પશ્ચિમી વિસ્તારમાંથી સીલાશા-બિયાહા સૈન્ય ચોકી તરફ વિસ્ફોટક ભરેલુ એક વાહન લઈને ગયા. ત્યારબાદ ત્યાં મોટો વિસ્ફોટ થયો.
વિસ્ફોટના કારણે આજુબાજુના ઘરોને મોટુ નુકસાન પહોંચ્યુ છે. સોમાલિયાના પોલીસ પ્રવક્તા સાદિક દુદિશે જણાવ્યું કે અલ શબાબના આતંકી જે મુજબ સામાન્ય રીતે કરે છે તે મુજબ આ કામ કર્યુ. વિસ્ફોટ ભરેલા એક વાહનને મોગાદિશુમાં લાવવાનો પ્રયત્ન કર્યો પણ તે પ્લાન નિષ્ફળ જતા સુરક્ષા દળની ચોકી પર વાહનમાં વિસ્ફોટ કરી દીધો. ત્યારબાદ આસપાસમાં તબાહી મચી ગઈ. મોટાભાગના મકાનોને નુકસાન થયુ છે.
સોમાલી પોલીસના પ્રવક્તાએ કહ્યું કે આ હુમલાને લીધે 6 નિર્દોષ લોકોના મોત થયા છે. તેમાંથી 4 સુરક્ષાદળના જવાન છે અને બે નાગરિક પણ મોતનો શિકાર બન્યા છે. ત્યારે ઘાયલ થયેલા 9 લોકોમાં 4 નાગરિક છે.
તમને જણાવી દઈએ કે અલ શબાબ સોમાલિયાનું મોટુ જિહાદી આંતકી સંગઠન છે. 2006માં આ સંગઠન અસ્તિત્વમાં આવ્યું અને તેનો ઉદ્દેશ્ય સોમાલિયા સરકારને ઉખાડીને ફેંકી દેવો છે. અલ શબાબ આફ્રિકા દેશમાં ઈસ્લામી કાયદાને સ્થાપિત કરવા ઈચ્છે છે એટલે કે 2007માં આંતરરાષ્ટ્રીય સ્તરે સમર્થિત સોમાલિયા સરકારની વિરૂદ્ધ વિદ્રોહ કરી રહ્યુ છે. ઉલ્લેખનીય છે કે સોમિલાયમાં વારંવારમાં હુમલા થતા રહે છે. મે 2022માં રાષ્ટ્રપતિ હસન શેખ મોહમ્મદે અલ શબાબની વિરૂદ્ધ યુદ્ધની પણ જાહેરાત કરી હતી. તેમ છતાં આ આતંકી સંગઠન સોમાલિયા પર હુમલા કરતુ રહે છે.