
મુંબઇ, બોલિવૂડ એક્ટર સુશાંત સિંહ રાજપૂતની ગર્લફ્રેન્ડ અને એક્ટ્રેસ રિયા ચક્રવર્તી ફરી એકવાર હેડલાઈન્સમાં આવી ગઈ છે. અભિનેત્રી છેલ્લા કેટલાક સમયથી બિઝનેસમેન નિખિલ કામથ સાથેના ડેટિંગના સમાચારોને લઈને ચર્ચામાં છે.
બ્રોકરેજ ફર્મ ઝેરોધાના સ્થાપક નિખિલ કામથ અને રિયા ચક્રવર્તી એકબીજાને ડેટ કરી રહ્યા છે તે અંગે અફવાઓનું બજાર ગરમ છે. તાજેતરમાં અભિનેત્રી તેના અફવા બોયફ્રેન્ડ નિખિલ કામથ સાથે જોવા મળી હતી. સુશાંત સિંહ રાજપૂત કેસમાં જેલમાં બંધ રિયા ચક્રવર્તી હાલમાં જ અબજોપતિ બિઝનેસમેન નિખિલ કામથ સાથે પાર્ટીમાં જોવા મળી હતી. તે કારની પાછળની સીટ પર બેઠી હતી, જ્યારે નિખિલ આગળની સીટ પર બેઠો હતો. રિયા અને નિખિલ કાળા કપડામાં જોવા મળ્યા હતા.
નિખિલ કામથ અને રિયા ચક્રવર્તીની તસવીરો અને વીડિયો ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યા છે. નિખિલ અને પૂર્વ મિસ વર્લ્ડ માનુષી છિલ્લરના ડેટિંગના સમાચાર પણ સામે આવ્યા હતા. બંનેએ વર્ષ ૨૦૨૧માં એકબીજાને ડેટ કર્યા હતા. જો જે આ વિશે કોઈ સત્તાવાર માહિતી સામે આવી નહતી. રિયાની વાત કરીએ તો તે પહેલા દિવંગત અભિનેતા સુશાંત સિંહ રાજપૂતને ડેટ કરતી હતી. અભિનેતાના મૃત્યુ પછી, રિયા પર આત્મહત્યા માટે ઉશ્કેરવાનો આરોપ મૂકવામાં આવ્યો હતો અને તેને ડ્રગ્સ ખરીદવા બદલ એક મહિનાની જેલ પણ થઈ હતી. જોકે, હવે રિયાને તમામ આરોપોમાંથી મુક્ત કરવામાં આવી છે.
વર્ષ ૨૦૧૦માં નિખિલ કામથે પોતાની કંપની શરૂ કરી. ૯૦૦૦ કરોડથી વધુની નેટવર્થ સાથે, નિખિલ કામથ ભારતના સૌથી યુવા અબજોપતિઓમાંના એક છે. નિખિલે વર્ષ ૨૦૧૯માં અમાન્દા પૂર્વાંકરા સાથે લગ્ન કર્યા હતા પરંતુ તેમનું લગ્નજીવન સફળ ન થયું. બંનેએ વર્ષ ૨૦૨૧માં છૂટાછેડા લીધા હતા. આ પછી નિખિલ અને માનુષીના ડેટિંગની ચર્ચા થઈ હતી.