વહુએ જેઠથી ચાર બાળકો પેદા કર્યાં, પછી પ્રાઈવેટ પાર્ટ દબાવીને મારી નાખ્યા

  • રાજસ્થાનના બાડમેરમાં વહુએ કરી જેઠની હત્યા 
  • પ્રાઈવેટ પાર્ટ દબાવતાં બેહોશ થતા મોત
  • 3 વર્ષથી બન્ને રિલેશનશીપમાં હતા
  • આરોપી મહિલા 12 બાળકોની માતા 

રાજસ્થાનના બાડમેરમાં વહુએ તેના સગા જેઠને ભયાનક મોત આપ્યું. મહિલાએ પ્રાઈવેટ પાર્ટ દબાવીને તેના જેઠની હત્યા કરી નાખી હતી. આરોપી મહિલાએ 50 વર્ષના જેઠનો પ્રાઈવેટ પાર્ટ દબાવીને ખેંચ્યો હતો. પ્રાઈવેટ પાર્ટ દબાઈ જતા જેઠ બેભાન થઈને ઢળી પડ્યો અને તરત તેનું મોત થયું હતું. આરોપી મહિલાને 12 બાળકો છે. તે ત્રણ વર્ષથી પોતાના જેઠ સાથે લિવ ઇન રિલેશનશિપમાં રહેતી હતી. ગત રાત્રે બંને વચ્ચે કોઇ વાતને લઇને ઝઘડો થયો હતો. આ પછી આરોપી મહિલાએ પોતાના જેઠના પ્રાઈવેટ પાર્ટને દબાવી દીધો હતો. પચાસ વર્ષનો માલારામ જોગી તેના પ્રાઇવેટ પાર્ટ પર હુમલા બાદ બેભાન થઈ ગયો હતો અને થોડા જ સમયમાં તેનું મોત નીપજ્યું હતું. આરોપી મહિલાની ઓળખ પવની તરીકે થઈ છે.

પોલીસે આરોપી મહિલાની ધરપકડ કરી લીધી છે. મહિલાની પૂછપરછ કરવામાં આવી રહી છે. અત્યાર સુધી એવું સામે આવ્યું છે કે, માલારામ જોગી છેલ્લા ત્રણ વર્ષથી પોતાના નાના ભાઈની પત્ની સાથે લિવ ઈન રિલેશનશીપમાં રહેતો હતો. માલારામ અને પવનીને ચાર બાળકો છે. માલારામની પહેલી પત્નીનું અવસાન થયું છે. તેમને પહેલેથી જ આઠ બાળકો છે.  પોલીસ આરોપી મહિલાની પૂછપરછ કરી રહી છે. આરોપી મહિલાના જેઠથી ચાર બાળકો છે. 

આ કેસમાં પતિ-પત્ની વચ્ચે સામાન્ય બોલાચાલી થાય તેવું જ બન્યું હતું અને તેમાં વહુએ કંઈ હાથમાં ન આવ્યું તો જેઠનો પ્રાઈવેટ પાર્ટ દબાવીને ખેંચી લીધો.આ ઘટના બાદ આજુબાજુના પંથકમાં ચકચાર મચી છે. બધાના જીભે આ જ કિસ્સો ચર્ચાઈ રહ્યો છે.