જેસાવાડામાં ભાડેથી આપેલ દુકાનનો કબ્જો કરી વધારાને દબાણ કરતાંં મામલો કલેકટર અને પોલીસ સુધી પહોંચ્યો

દાહોદ, દાહોદના બે ઈસમોએ ગરબાડા તાલુકાના જેસાવાડા ગામના એક વ્યક્તિ પાસેથી સાતેક વર્ષ પહેલા જેસાવાડા બજારમાં આવેલી પોતાની માલિકીની દુકાન બીજી દુકાન ન મળે ત્યાં સુધી તમારી દુકાન અમોને ભાડે આપો કહી બે ગાળાવાળી દુકાન ભાડે લીધા બાદ ભાડા કરાર નહીં કરી આપી તેમજ ભાડું નહી આપી અવાર નવાર દુકાનો માલીકે દુકાન ખાલી કરી આપવા જણાવ્યું છતાં તે દુકાનો નહી સોપી પચાવી પાડી તેમજ તે દુકાન પર જવા માટે પાછળના ભાગે આવેલ ખુલ્લી જમીનનું પણ દબાણ કરી કબજો કરી દુકાન પર જવાનો રસ્તો બંધ કરી દુકાન માલીકની સ્વતંત્ર માલિકીની જમીનમાં ગેટ પણ નહી નાંખવા દઈ દુકાન માલિક સાથે બોલાચાલી કરતા મામલો કલેકટરમાં ગયા બાદ પોલિસમાં આવ્યાનું જાણવા મળ્યું છે.

જેસાવાડાના 63 વર્ષીય જસવંતલાલ ચંદુલાલ મોઢીયાની જેસાવાડા બજારમાં ખાતા નંબર-364ના રેવન્યુ સર્વે નંબર224ની બીન ખેતીની જમીનમાં પોતે સને 2015-16માં બે દુકાનો બનાવી હતી. જે સરકારી રેકર્ડ પર તેઓના પોતાના એટલે કે જસવંતલાલ ચંદુલાલ મોઢીયાના નામ ઉપર ચાલતી હોવા છતાં બે દુકાનો પૈકી એક દુકાન(બે ગાળાવાળી) દાહોદ ગોવિંદનગર 19 અંકુર સોસાયટીમાં રહેતા વિજેન્દ્રસિંહ સુમનલાલ સોની તથા દાહોદ ગોવિંદ નગર કૃષ્ણનગરમાં રહેતા આનંદ ઈન્દ્રવદન દેશાઈ એમ બંને જણાએ બીજી દુકાનો ન મળે ત્યાં સુધી ભાડે આપો તેમ કહી જસવંતલાલ મોઢીયા પાસેથી ભાડે લીધી હતી અને આ બે ગાળાવાળી દુકાનનું આ બંને જણાએ ભાડુ ન આપી અને ભાડા કરાર પણ ન કરી આપતાં જસવંતભાઈ મોઢીયાએ અવાર નવાર પોતાની દુકાન ખાલી કરી બજો સોંપવા જણાવ્યું હતું. તેમ છતાં આજદિન સુધી દાહોદગોવિંદનગરના આ બંને જણાએ દુકાનોનો કંબજો ન સોંપી દુકાન પચાવી પાડી તેમજ તે સિવાય જે દુકાન પર જવા માટે પાછળના ભાગે આવેલ ખુલ્લી જમીનમાં જવા આવવાના રસ્તાવાળી જમીનનું પણ દબાણ કરી તે જમીનનો પમ કબજો કરી દુકાન ઉપર જવાનો રસ્તો બંધ કરી દઈ જસવંતલાલ ચંદુલાલ મોઢીયાને તેમની સ્વતંત્ર માલીકીની જમીનમાં ગેટ પણ ન નાખવા દઈ ઝઘડો તકરાર કરી બે ગાળાવાળી દુકાન પચાવી પાડી હતી. આ મામલે દુકાન માલીક જેસાવાડાના જસવંતલાલ ચંદુલાલ મોઢીયાએ લેન્ડ ગ્રેબીંગ એક્ટ અન્વયે દાહોદ કલેકટરને અરજી કરી હતી. જે અરજીની નિષ્પક્ષ તપાસ થતાં દાહોદના ગોવિંદનગર અંકુર સોસાયટીમાં રહેતા વિજેન્દ્રસિંહ સુમનલાલ સોની તતા દાહોદ ગોવિંદનગર કૃષ્ણ નગરમાં રહેતા આનંદ ઈન્દ્રવદન દેશાઈનાઓએ જસવંતલાલ મોઢીયાની માલીકીની જેસાવાડાબજારમાં આવેલ બે ગાળાવાળી દુકાન પચાવી પાડી હોવાનું જણાઈ આવ્યું હતું જેથી તેઓ વિરૂધ્ધ ગુનો દાખલ કરવા લેન્ડ ગ્રેબીગ સમિતિના અધ્યક્ષ અને દાહોદ કલેકટરે તા. 9-10-2023ના રોજ હુકમ કર્યો હતો. જે હુકમના આધારે જેસાવાડા ગામના જસવંતલાલ ચંદુલાલ મોઢીયાએ દાહોદ ગોવિંદનગરના વિજેમન્દ્રસિંહ સુમનલાલ સોની તથા આનંદઈન્દ્રવદન દેશાઈ વિરૂધ્ધ જેસાવાડા પોલિસ સ્ટેશને આ સંબંધે ફરિયાદ નોંધાવતા પોલિસે આ સંદર્ભે ગુજરાત જમીન પચાવી પાડવા સબબ અધિનિયમ 2020ની કલમ 3,4(3) મુજબ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.