
નદીસર, ગોધરા તાલુકાનું નદીસર ગામ અને આસપાસ ના ફળિયા ઓમા આવેલ પુરાતન મંદિરોના કારણે માતૃ મંદિરોની ભૂમિ બન્યું છે. મહીસાગર નદી કિનારે આવેલું ચામુંડા માતાનું સાતસો વર્ષનો ભવ્ય ઇતિહાસ ધરાવતું મંદિર ગામના મધ્ય ભાગમાં આવેલ ખોડીયાર માતા તેમજ હરસિધ્ધિ માતાનું મંદિર, કાળકા માતાનું મંદિર, અંબે માનું મંદિરની સાથે સાથે ગામ અને આસપાસના ફળિયાઓમાં આવેલ વિવિધ મંદિરોના કારણે નવરાત્રીના સમયે ગામના વિવિધ મંદિરો રોજ પૂજન આરતી અને જવારા વાવીને પૂજા કરવામાં આવે છે. તેમજ ગામના મોટાભાગના મંદિરોમાં આઠમના દિવસે માતાજીના હવન સાથે સાથે ગામના તમામ ઘરના આંગણે પણ ગામની સુખાકારી માટે હવન કરવામાં આવે છે. સાથે સાથે નવરાત્રીમાં ગામના રામજી મંદિર, જૂની પંચાયત ફળિયા,પોસ્ટ ફળિયા અને ગરવાડા ફળિયામાં આયોજકો દ્વારા નવરાત્રીનું સુંદર આયોજન થાય છે. જેમાં મોડી રાત સુધી ખેલૈયા દ્વારા ગરબાની રમઝટ જમાવવામાં આવે છે. સાથે સાથે ગામની સરકારી પ્રાથમિક શાળા, હાઈસ્કુલ, મોટી કાંટડી પ્રાથમિક શાળા સહિતના સ્થળે પણ બાળકો માટે ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું.