ઝાલોદ નગરમાં ખોડિયાર માતા મંદિરે નવરાત્રીની અષ્ટમી નિમિત્તે હોમહવન યોજાયો

ઝાલોદ, નવરાત્રિના નવ દિવસ માતાની આરાધના રૂપી ભક્તિના દિવસો તરીકે પૂજાય છે. નવરાત્રીના નવે નવ દિવસ સ્ત્રીના રૂપમાં સહુ અલગ અલગ દેવીના રૂપની પૂજા કરતા હોય છે. જોવા જઈએ તો નવરાત્રીનો ઉત્સવ નારીનું સન્માન કરતા દેવી સ્વરૂપ તરીકે ઓળખાય છે. ભારતીય સંસ્કૃતિમાં સ્ત્રીને દેવી તરીકે પૂજવામાં આવે છે. નવરાત્રીના નવ દિવસ સનાતન સંસ્કૃતિના વારસાનું પ્રતિક છે.

નવરાત્રીની અષ્ટમીના દિવસે માઁ ગૌરીની પૂજા કરવામાં આવે છે. તેમજ આજના દિવસે નાની બાળાઓ ને જમાડી તેમની પૂજા કરવામાં આવે છે. આજના દિવસે વિવિધ મંદિરોમાં નવરાત્રી નિમિતે હવન પૂજા કરવામાં આવતી હોય છે. આજે અષ્ટમી નિમિતે ખોડિયાર માતાના મંદિરે વિવિધ ધાર્મિક પ્રોગ્રામોનુ આયોજન કરવામાં આવ્યું હતું તેમાં વિશેષમાં હોમહવન પણ રાખવામાં આવેલ હતું. તેમજ સાંજે મહાઆરતી પણ કરવામાં આવી હતી. ખોડિયાર માતાના મંદિરે હવન પૂજાનો લાભ તેમજ માતાજીના મંદિરે દર્શન કરવા મોટા પ્રમાણમાં ભક્તો ઉમટી પડેલ હતા.