ઘોઘંબામા અંબાજી મંદિર ખાતે ચૈત્રી આઠમના નવચંડી યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું

ધોધંબા, ઘોઘંબામાં બજાર વચ્ચે આવેલ અંબાજી માતાના મંદિરના ચોકમાં નવરાત્રિના પાવન પર્વના આઠમા દિવસે નવચંડી યજ્ઞનું ધામધૂમ પૂર્વક આયોજન કરવામાં આવ્યું. માં ભગવતીની સેવા-પૂજા અને ઉપાસનાનો પર્વ એટલે આઠમનુ હવન. ચૈત્ર સુદ આઠમના દિવસે અંબાજી માતાના મંદિરે ઘોઘંબાના ભાવિક ભક્તો દ્વારા નવચંડી યજ્ઞ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. સેવા પૂજા અને યજ્ઞમાં આહુતિ આપવા માટે સેવા ભાવે છ જેટલા દંપતિએ પૂજાનો લાભ લીધો હતો. શાસ્ત્રીઓ દ્વારા મંત્રોચ્ચાર અને વિવિધ પ્રકારના નૈવિદ્યથી માતાજીની પ્રાર્થના કરી હતી. નવા વર્ષમાં ઘોઘંબાના સર્વે ગ્રામજનો અને ભક્તજનો પર માતાજીની અસીમ કૃપા વરસે અને સૌની પ્રગતિ થાય તેવા માતાજી પાસેથી આશીર્વાદ લીધા હતા. આસો સુદ એકમથી માતાજીના મંદિરના ચોકમાં રઢીયાળી રાતે દરરોજ ગરબા રસિકોના ધામધૂમ પૂર્વક ગરબા પણ રમવામાં આવે છે. ઘોઘંબા સમસ્ત ગામ દ્વારા આયોજિત સાર્વજનિક નવરાત્રી મહોત્સવ અને શ્રીજી કલાવૃંદના કલાકારો દ્વારા સંગીતના સૂરો સાથે સરસ રીતે ગરબા રમઝટ જામે છે.