બાલાસિનોર નગરના હોળી ચકલા વિસ્તારમાં રાસ ગરબા દરમિયાન વેશભૂષા કાર્યક્રમ યોજાયો

બાલાસિનોર,નગર વિસ્તારમાં આવેલા હોળી ચકલા વિસ્તારમાં હોળી ચકલા મંડળ દ્વારા પરંપરાગત રીતે વર્ષોથી શેરી ગરબાનું આયોજન કરવામાં આવે છે. સાતમના ગરબા નિમિત્તે વિસ્તારના ખેલૈયાની માંગના કારણે વેશભૂષા કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં વડાપ્રધાન સહિત અન્ય રાજકીય નેતાઓ અને અનેક પ્રકારના વેશ ભૂષાધારણ કરનારા બાળકો યુવાનો અને વૃદ્ધોએ આ કાર્યક્રમમાં ઉત્સાહભેર ભાગ લીધો હતો. જ્યારે આ સમગ્ર કાર્યક્રમમાં અનેક વેશભૂષા કરનારા લોકો વડાપ્રધાન નરેન્દ્ર મોદી નો વેષધારણ કરેલા વ્યક્તિ પ્રચલિત થયા હતા જ્યારે મંડળ દ્વારા વેશભૂષા ધારણ કરનારા ખેલૈયાઓને પ્રોત્સાહિત ઇનામ આપવામાં આવ્યું હતું.