ધોધંબાના દેવલીકુવા ગામે ટવેરા ગાડી માંંથી 42 હજારના ઈંગ્લીશ દારૂ સાથે ચાલક ઝડપ્યો

ધોધંબા, ધોધંબા તાલુકાના દેવલીકુવા ગામ રોડ દામાવાવ પોલીસ રોડ ઉપર વાહન ચેકીંંગ દરમિયાન ટવેરા ગાડીને રોકી ચેકીંંગ દરમિયાન ગાડી માંંથી ઈંગ્લીશ દારૂ કિંમત 42,976/- તથા ટવેરા મળી કુલ 2,42,976/-રૂપીયાના મુદ્દામાલ સાથે એક ઈસમને ઝડપ્યો.

પ્રાપ્ત વિગતો મુજબ ધોધંબા તાલુકાના દેવલીકુવા ગામે રોડ ઉપર દામાવાવ પોલીસ વાહન ચેકીંંગમાં હતા. દરમિયાન ટવેરા ગાડી નંં.જીજે.05.સીએમ.9224ને રોકી હતી અને ગાડીનું ચેકીંંગ કરતાં ભારતીય બનાવટનો ઈંંગ્લીશ દારૂ કવાટરીયા નંંગ-316 કિંમત 42,976/- ટવેરા ગાડી મળી કિંંમત 2,42,976/-રૂપીયાના મુદ્દામાલ ટીંંકલ અનુ ડામોર (રહે. રકોડી, વાંદરીયા,એમ.પી.)ને ઝડપી પાડવામાંં આવ્યો. આ બાબતે દામાવાવ પોલીસ મથકે ફરિયાદ નોંધાવા પામી છે.