હાલોલ રાયજી રેસીડેન્સીમાં કપડા સુકવવાની દોરી બાંંધતા નીચે પડેલ આધેડનું મોત

હાલોલ, હાલોલ રાયજી રેસીડન્સના મકાન નં.304માં રહેતા 55 વર્ષીય વ્યકિત કપડાં સુકવવાની દોરી બાંધતી વખતે ઉપરથી નીચે પટકાતા માથાના ભાગે ઈજાઓ થતાં મોત નિપજવા પામ્યું.

પ્રાપ્ત વિગતો મુજબ હાલોલ રાયજી રેસીડેન્સના મકાનમાંં નં.304માં રહેતા જયેશભાઈ પ્રેમાભાઇ બારીયા ઉ.વ. 55 પોતાના ધરમાં કપડાં સુકવવા માટે દોરી બાંધવા ચડયા હતા. દરમિયાન ઉપરથી પડી જતાંં માથાના ભાગે ગંભીર ઈજાઓ થતાં મોત નિપજાવા પામ્યુંં. આ બાબતે હાલોલ પોલીસ મથકે ફરિયાદ નોંંધાવા પામી.