ગોધરા, ગોધરા સાંપારોડ પંચવટી સોસાયટીમાં રહેતો યુવાન બે દિવસ પહેલા ધરેથી નિકળી ગયેલ હોય આ યુવાનનો મૃતદેહ ગોવિંદી ગામે તળાવ માંંથી મળતાં પોલીસ અને ફાયર ટીમ ધટના સ્થળે દોડી આવી મૃતદેહને બહાર કાઢવામાં આવ્યો.
પ્રાપ્ત વિગતો મુજબ ગોધરા સાંપા રોડ પંચવટી સોસાયટીમાંં રહેતા જયકુમાર જગદીશભાઈ પ્રજાપતિ જે બે દિવસ પહેલા પોતાના ધરેની નિકળી ગયેલ હતો. અને કોઇ અગમ્યકારણોસર ગોવિંદીમાં આવેલ તળાવમાંં પડી આપધાત કરી લીધો હતો. તળાવમાંં યુવાનનો મૃતદેહ દેખાતા ગ્રામજનો દ્વારા પોલીસને જાણ કરતાંં પોલીસ ફાયર બ્રિગેડ ટીમને બોલાવી મૃતદેહને તળાવ માંથી બહાર કાઢવામાં આવ્યો હતો અને પરિવારજનોને જાણ કરતાં પરિવારજનો આધાતમાં સરી પડયા હતા.