કાલોલ પોલીસ મથકના લુંટના ગુન્હાના બે આરોપીઓને ચોરીના મુદ્દામાલ સાથે ગણતરીના કલાકમાંં ઝડપ્યા

કાલોલ, કાલોલ પોલીસ મથકના લુંટના ગુન્હાના બે આરોપીઓ મોટર સાયકલ ઉપર લુંંટ કરેલ હોય લુંટમાંં ઉપયોગમાં લીધેલ બાઈકનો ઈ-ગુજકોપ અને પોકેટ કોપમાં સર્ચ કરી બાઈક માલિકનું નામ શોધી કાઢયું હતું અને બાતમીના આધારે બોરૂ ટર્નીંગ પસેથી બન્ને ઈસમોને ઝડપી પાડી મુદ્દામાલ કબ્જે લેવામાં આવ્યો.

પ્રાપ્ત વિગતો મુજબ કાલોલ પોલીસ મથકે નોંધાયેલ લુંંટના ગુન્હામાં આરોપી ઈસમોએ બાઈક નં.જીજે.17.સીપી.8431 ઉપર આવી લુંટ કરી હોય જેથી પોલીસે બાઈકનો નંબર પોકેટ કોપ અને ઈ-ગુજકોપમાંં સર્ચ કરી માલિક મહેશજ ગીરીશકુમાર પટેલ (રહે. વૃંંદાવન પાર્ક,કાલોલ) હોવાનું સામે આવ્યું હતું. આ બાઈક તથા બે આરોપીઓ અંગે પોલીસને બાતમી મળી હતી કે, બન્ને ઈસમો હાલોલ થી કાલોલ આવી રહ્યા છે. તેવી બાતમીના આધારે બોરૂ ટર્નીંગ પાસે વોચ ગોઠવી હતી અને આરોપીઓ મહેરાજ ગીરીશકુમાર પટેલ, વિજય ગોવિંદભાઈ બજાણીયાને ઝડપી પાડયા હતા અને આરોપીઓ પાસથી રેડમી મોબાઈલ, વીવો મોબાઈલ, આઈ ફોન, રેડમી મોબાઈલ, બાઈક, રોકડા 800/-રૂપીયા મળી કુલ 53,800/-રૂપીયાન મુદ્દામાલ જપ્ત કરી કાલોલ પોલીસે ગણતરીના કલાકમાં આરોપીને ઝડપી પાડવામાં આવ્યા.