- આદિત્ય ઠાકરેએ ખટખટાવ્યો હાઇકોર્ટનો દરવાજો
- સુશાંત કેસમાં CBI તપાસની માંગ
- પોતાનો પક્ષ મુકવાની કરી માંગ
અભિનેતા સુશાંત સિંહ રાજપૂત અને તેમની પૂર્વ મેનેજર દિશા સાલિયાનના મોતના મામલામાં સીબીઆઈ તપાસની માંગ કરનાર જનહિત અરજી પર કોઈ પણ આદેશ આપતા પહેલા તેમનો પક્ષ સાંભળવાની માંગ કરતા શિવસેના ધારાસભ્ય આદિત્ય ઠાકરેએ બોમ્બે હાઈકોર્ટનો દરવાજો ખટખટાવ્યો છે.
વકીલ રાહુલ અરોટેના માધ્યમથી 13 ઓક્ટોબરે દાખલ કરેલી અરજીમાં આદિત્ય ઠાકરેએ કહ્યું છે કે જનહિત અરજીની સુનાવણી યોગ્ય નથી કારણ કે મામલાની તપાસ પહેલાથી જ રાજ્ય મશીનરી દ્વારા કરવામાં આવી રહી છે. 20 ઓક્ટોબરે આ મામલે સુનાવણી કરવામાં આવી શકે છે.
આ વર્ષે સપ્ટેમ્બરમાં સુપ્રીમ કોર્ટ એન્ડ હાઈ કોર્ટ લિટિગેન્ટ્સ એસોસિએશન ઓફ ઈન્ડિયાના અધ્યક્ષ રાશિદ ખાન પઠાના માધ્યમથી દાખલ જનહિત અરજીમાં સુશાંત સિંહ રાજપૂત અને દિશા સાલિયાનની રહસ્યમય મોતના સંબંધમાં આદિત્ય ઠાકરેની તત્કાલ ધરપકડ અને કસ્ટડીમાં પુછપરછની માંગ કરવામાં આવી હતી.
જનહિત અરજી પર હાઈકોર્ટમાં હજુ સુધી કોઈ સુનાવણી નથી થઈ। આ મામલામાં ઠાકરેના વકીલ અરોટે કહ્યું, “અમે એક હસ્તક્ષેપ અરજી દાખલ કરી જેમાં કહેવામાં આવ્યું છે કે કોઈ પણ આદેશ જાહેર કરતા પહેલા તેને સાંભળવો જોઈએ. અમે કહ્યું કે જનહિત અરજી સુનાવણી યોગ્ય નથી કારણ કે સુશાંત સિંહ રાજપૂત મામલાની તપાસ પહેલાથી જ સીબીઆઈ દ્વારા કરવામાં આવી રહી છે.”