ટીમ ઈન્ડીયાના સ્ટાર ઓપનર શુભમન ગિલ અને સચિન તેંડુલકરની પુત્રી સારા તેંડુલકર એકબીજાને ડેટ કરી રહ્યાં હોવાની અફવા તો ઘણા સમયથી ચાલી રહી છે અને વખતોવખત આ વાતનો પુરાવો પણ મળતો હોય છે અને ફરી એક વાર આ વાતની સાબિત મળી છે. ગુરુવારે પુણેમાં રમાયેલી ભારત-બાંગ્લાદેશની મેચમાં શુભમન ગિલ બાંગ્લાદેશી બેટરનો એક કેચ ઝડપ્યો હતો.
ક્રિકેટના ભગવાન તરીકે ઓળખાતા સચિન તેંડુલકરની પુત્રી સારા તેંડુલકર બાંગ્લાદેશ સામેની મેચમાં ભારતીય ટીમને સપોર્ટ કરવા આવી છે. ભારતીય ટીમના સ્ટાર ઓપનર શુભમન ગિલે ભારત માટે પાંચમી વિકેટ મેળવવામાં મહત્વનું યોગદાન આપ્યું હતું. તેણે તૌહીદ હાઈદે કેચ પકડ્યો. તેના આ કેચ સાથે હવે બાંગ્લાદેશની અડધી ટીમ આઉટ થઈ ગઈ હતી. જ્યારે શુભમન ગિલે શાર્દુલ ઠાકુરની બોલિંગમાં કેચ ઝડપ્યો ત્યારે પેવેલિયનમાં બેઠેલી સારા તેંડુલકરે તાળીઓના ગડગડાટથી ગિલને વધાવી લીધો હતો.
ઉલ્લેખનીય છે કે શુભમન ગિલ અને સારા તેંડુલકર વચ્ચે ઘણા સમયથી અફેરની ચર્ચા ચાલી રહી છે. તેઓ અવારનવાર એકબીજાને બિરદાવતા હોય છે. જોકે તેઓ ખુલીને તેમના સંબંધ પર કંઈ બોલતા નથી પરંતુ જાણનારા કહે છે કે તેમની વચ્ચેનો સંબંધ આગળના સ્ટેજ પર છે અને ભવિષ્યમાં બન્ને રિલેશનશીપ કન્ફર્મ કરી શકે છે. હાલમાં તો બન્ને અવારનવાર એકબીજાને ચિયર કરતાં જોવા મળતા હોય છે.