ખાંભાના સમઢીયાળ ગામમાં ડૂબતા પુત્રને બચાવવા જતા પિતા-પુત્રીના મોત મોત

અમરેલી, સરાણીયા જ્ઞાતિનો આ પરિવાર પશુપાલનનો વ્યવસાય કરે છે. અઢી વર્ષના બાળકને બચાવવા જતા પુત્રી અને પિતાએ પણ પાણીમાં ઝંપલાવ્યું. બાળકને બચાવવાનો પ્રયાસ નિષ્ફળ જતા એક જ પરિવારના ત્રણેય સભ્યોનું પાણીમાં ડૂબવાથી મોત થયું.

અમરેલી જિલ્લાના ખાંભાના સમઢીયાળ ગામમાં સરાણીયા જ્ઞાતિના પરિવારમાં ગમખ્વાર ઘટના બનવા પામી. આ દુર્ઘટનામાં એક જ પરિવારના ત્રણ લોકોના મોત થયા છે. આ દુર્ઘટનામાં નદીમાં ડૂબતા પુત્રને બચાવવા પિતા-પુત્રી પાણીમાં પડ્યા. ત્રણેય લોકો બહાર નીકળી ના શક્તા પાણીમાં ડૂબી જતાં મોત નિપજ્યું. સ્થાનિક લોકોએ રેસ્ક્યુ કરી મોડી સાંજે મૃતકોને બહાર કાઢ્યા.

ખાંભા તાલુકાના સમઢીયાળા ગામની સીમના નદી કાંઢે મૃતક દેવકુભાઇ રામજીભાઇ પરમારનો પરિવાર પશુઓ સાથે રહેતો હતો. આ પરિવારનો અઢી વર્ષનો બાળક નદીમાં પડ્યો. નદીમાં પડેલ અઢી વર્ષના બાળકને બચાવવા તેની સાત વર્ષની બહેન પણ પાણીમાં કૂદી પડી. પિતાનું ધ્યાન જતાં પોતાના બંને બાળકોને બચાવવા પાણીમાં ઝંપલાવ્યું. જો કે તેમનો પ્રયાસ અસફળ રહેતા ત્રણેય સભ્યોનું પાણીમાં ડૂબવાથી મોત થયું.

સરાણીયા જ્ઞાતિના દેવકુભાઇ રામજીભાઈ પરમાર પશુપાલનનો વ્યવસાય કરે છે. રામજીભઆઈ પુશરાખી ગામની સીમમાં નદીકાંઠે વસવાટ કરતા હતા. રહેઠાણ નદી નજીક હોવાથી ૬ વર્ષનો પુત્ર રમતા રમતા નદીમાં પડ્યો અને મોટી દુર્ઘટના બનવા પામી. નવરાત્રી તહેવારમાં દેવકુભાઇ રામજીભાઇ પરમારના પરિવારમાં દુખદ ઘટનાને પગલે શોકનો માહોલ જોવા મળ્યો. સ્થાનિક તરવૈયાઓએ ત્રણેયના મૃતદેહનો બહાર કાઢી પોલીસને જાણ કરી. પોલીસે તમામ મૃતદેહોને હોસ્પિટલ પીએમ માટે ખસેડ્યા બાદ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.