ભાઈએ રાખડીની પણ લાજ ના રાખી : સગી બહેનને ધમકી આપીને 20 વર્ષ સુધી પીંખી

અમદાવાદ : ભાઈ બહેનના પવિત્ર સંબંધોને લાંછન લગાડતો કિસ્સો સામે આવ્યો છે. સગા ભાઈએ 20 વર્ષ સુધી બહેન પર એક વાર નહિ, પરંતું અવારનવાર દુષ્કર્મ ગુજાર્યુ હતું. બહેન ધોરણ 8 માં અભ્યાસ કરતી હતી ત્યારે ભાઈએ પહેલીવાર તેની સાથે સંબંધ બાંધ્યો હતો. ભાઈ-બહેન બંનેના અલગ અલગ લગ્ન થઈ બાદ પણ નરાધમ તેના પર દુષ્કર્મ ગુજારતો હતો. અવારનવાર ધમકીઓ આપી સગી બહેન પર દુષ્કર્મ ગુજારતા આખરે બહેનની સહનશક્તિનો બાઁધ તૂટ્યો હતો, અને તે ફરિયાદ કરવા પોલીસ સ્ટેશન પહોંચી હતી. રાણીપ પોલીસે આરોપી સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. 

અમદાવાદના રાણીપ પોલીસ સ્ટેશનમાં એક બહેને પોતાના ભાઈ વિરુદ્ધ ફરિયાદ કરવા પહોંચી કે, 20 વર્ષ સુધી તેના ભાઈએ તેની સાથે દુષ્કર્મ આચર્યુ હતું. વર્ષ 2004 થી લઈને 2023 સુધી મારો ભાઈ મને વિવિધ ધમકી આપીને મને પીંખે છે. હું ધોરણ-8 માં હતી, ત્યારે પહેલીવાર મારા ભાઈએ મને પીંખી હતી. આ વર્ષે રક્ષાબંધનના તહેવાર અગાઉ મેં મારા ભાઇને મારી સાથે સારૂં વર્તન રાખી ભાઇ બહેનના સબંધ જાળવવા માટે સમજાવ્યો હતો. પરંતુ તે માન્યો નહીં. રાણીપ પોલીસે ભાઈ વિરુદ્ધ ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. 

મહિલાએ આ વાતની શરૂઆત કરતા કહ્યું કે, હું આશરે સને 2004માં ધોરણ 8માં નિર્ણયનગર ખાતે આવેલી એક સ્કૂલમાં અભ્યાસ કરતી હતી. તે વખતે મારો ભાઇ પ્રજ્ઞેશ ધોરણ 12માં અભ્યાસ કરતો હતો. એક દિવસે હું બાથરૂમમાં ગઈ ત્યારે મારો ભાઈ મારી પાછળ આવ્યો હતો. તેણે જબરદસ્તીથી મારા કપડા કાઢ્યા હતા, અને બાથરૂમમાં જ મારી સાથે દુષ્કર્મ આચર્યુ હતું. બીજા દિવસે મેં મારી મમ્મીને આ વિશે જાણ કરી હતી. તો તેણે પણ આ વાતને ગણકારી નહિ અને મને ખોટી ગણાવી. આ બાદ હુ જ્યારે પણ ઘરે એકલી હોઉ ત્યારે મારો ભાઈ મને બીક બતાવીને મારી સાથે દુષ્કર્મ આચરતો હતો. મને પપ્પાની બીક હોવાથી હુ કંઈ બોલી ન હતી. 

મારા ભાઈના લગ્ન થઈ ગયા હતા છતા તે મારી સાથે દુષ્કર્મ આચરતો હતો. મારા ભાભી બહાર જાય તો મારો ભાઈ મારી સાથે ગંદી હરકતો કરતો. મારા લગ્ન બાદ પણ અટક્યો ન હતો. લગ્ન બાદ પણ તે મારી મરજી વિરુદ્ધ મારી સાથે દુષ્કર્મ આચરતો હતો. મારો ઘર સંસાર બગડશે એ બીકથી હું આટલા વર્ષો ચૂપ રહી. હું પિયર જતી તો એકલતામાં તે મારી સાથે ગંદી હરકતો કરતો. 

તેને મને મારા લગ્ન બાદ 3 લાખ 24 હજાર જેટલા રૂપિયા આપ્યા હતા. તેથી હું ના પાડું તો તે મને રૂપિયા પાછા લેવાની બીક આપતો હતો. આખરે હુ કંટાળી હતી. કોઈ રીતે મેં હિંમત કરી મારા પતિને મારી સાથે બનેલા બનાવ બાબતની તમામ હકીકત જણાવી જેથી મારા પતિએ આ બાબતે મને સહકાર આપ્યો હતો. અને મેં તેઓને આ બાબતે મારા ભાઇ વિરૂધ્ધમાં પોલીસ ફરીયાદ કરવા જણાવેલું હતું અને આ બાબતે તેમણે પણ મારો સહકાર આપ્યો હતો.