નવીદિલ્હી,મોદી અટક માનહાનિ કેસમાં કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીને સુપ્રીમ કોર્ટમાંથી મોટી રાહત આપવામાં આવી છે. સુપ્રીમે રાહુલ ગાંધી વિરુદ્ધની અરજી ફગાવી દીધી છે. જી હા… સુપ્રીમે અરર્જીક્તા અશોક પાંડે પર ૧ લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો છે. રાહુલ ગાંધીની લોક્સભાનું સભ્યપદ બહાલ કરવાની અરજી પડકારવામાં આવી હતી. અરજીમાં વાયનાડમાં તાત્કાલિક પેટાચૂંટણીની માંગ કરવામાં આવી હતી.
સુપ્રીમ કોર્ટે કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીની લોક્સભાનું સભ્યપદ બહાલ કરવાની પીઆઇએલને ફગાવી દીધી છે. કોર્ટે અરજી દાખલ કરનાર વકીલને ૧ લાખ રૂપિયાનો દંડ પણ ફટકાર્યો છે. ’મોદી અટક’ ટિપ્પણી સંબંધિત ફોજદારી માનહાનિના કેસમાં બે વર્ષની જેલની સજા ફટકાર્યા બાદ તેને ગુજરાતની કોર્ટે ગેરલાયક ઠેરવ્યો હતો. આ પછી સુપ્રીમ કોર્ટે તેમને રાહત આપી હતી.