ઇમ્ફાલ, સુરક્ષા દળોને મણિપુરના ઈન્ફાલ પૂર્વી જિલ્લામાં તપાસ અભિયાન દરમીયાન હથિયાર અને દારૂગોળો જપ્ત કર્યો છે. પોલીસે દ્વારા આ અંગે માહિતી આપવામાં આવી છે. પોલીસે કહ્યું કે, હથિયારો અને દારૂગોળો ઈન્ફાલ પૂર્વ જિલ્લાના સગોલમાંગના શાતિંપુર, ખમેનલોક અને વાકન વિસ્તારમાંથી જપ્ત કરવામાં આવ્યો છે.
પોલીસે જણાવ્યું કે, જપ્ત કરેલા હથિયારોમાંથી ત્રણ એકે ૪૭/૫૬,ચાર કાર્બાઈન મશીન ગન, સાત એસએલઆર સહિત ૩૬ હથિયાર અને ૧,૬૧૫ કારતૂસ અને ૮૨ હાથગોળા સહિત વિસ્ફોટક શામેલ છે. નિવેદનમાં કહેવામાં આવ્યું છે,સુરક્ષા દળોએ બુલેટપ્રુફ જેકેટ તથા વોકી ટોકી સેટ સહિત ૧૩૨ યુદ્ધ સામગ્રી પણ મળી આવી છે. આ જપ્ત કરેલા હથિયારો અને દારૂગોળાને આગળની કાનુની પ્રક્રિયાઓ માટે સગોલમાંગ પોલીસ સ્ટેનમાં સોંપવામાં આવ્યું છે.
પોલીસે વધુમાં કહ્યું કે, પાછલા ૨૪ કલાક દરમિયાન રાજ્યમાં સ્થિતિ નિયંત્રણમાં છે. મુખ્યમંત્રી એન. ગુરુવારે મણિપુર પોલીસના ૧૩૨મા સ્થાપના દિવસ પર બિરેન સિંહે કહ્યું કે રાજ્યના યુનિફોર્મધારી કર્મચારીઓએ જાતિને ધ્યાનમાં લીધા વિના ગુનાઓને રોકવા અને સંપત્તિની સુરક્ષા માટે કામ કરવું જોઈએ. સિંહે એમ પણ કહ્યું કે જે લોકો સ્વેચ્છાએ પોલીસને તેમના હથિયારો સમર્પણ કરશે તેમની સામે કોઈ એફઆઈઆર નોંધવામાં આવશે નહીં.