નમો સ્ટેડિયમ બાદ હવે નમો ટ્રેન. તેમના અહંકારની કોઈ સીમા નથી’ કોંગ્રેસે વડાપ્રધાન મોદી પર કટાક્ષ કર્યો

નવીદિલ્હી, દેશની પ્રથમ રીજનલ રેપિડ ટ્રાન્ઝિટ સિસ્ટમનું નામ ’નમો ભારત’ કરાયા બાદ રાજકારણ ગરમાયું છે. આ નામને લઈ કોંગ્રેસે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર કટાક્ષ કર્યો છે.કોંગ્રેસ મહાસચિવ જયરામ રમેશે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરતા લખ્યું છે કે, ’નમો સ્ટેડિયમ બાદ હવે નમો ટ્રેનપ તેમના અહંકારની કોઈ સીમા નથી.’ સત્તાવાર સૂત્રોના જણાવ્યા મુજબ વડાપ્રધાન મોદી આવતીકાલે ’નમો ભારત’ ટ્રેનનું ઉદઘાટન કરવાના છે, જેનું અગાઉ નામ આરઆરટીએસ હતું.

ઉલ્લેખનિય છે કે, અમદાવાદના ક્રિકેટ સ્ટેડિયમનું નામ વડાપ્રધાન મોદીના નામ પરથી રાખવામાં આવ્યું છે, ત્યારે કોંગ્રસ નેતા પવન ખેડાએ પણ વડાપ્રધાન પર આડક્તરો હુમલો કર્યો છે. તેમણે કહ્યું કે, દેશનું નામ ભારત શા માટે રાખવું જોઈએ ? દેશનું નામ પણ બદલીને નમો કરી નાખો અને અહીં જ કામ સમાપ્ત થઈ જશે.

ઉલ્લેખનિય છે કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે દેશની પ્રથમ રેપિડ ટ્રેનનું ઉદઘાટન કર્યું તેઓએ સવારે ૧૧.૧૫ કલાકે સાહિબાબાદમાં રેપિડ ટ્રેનને લીલીઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું હતું કેન્દ્ર સરકારે આ રેપિડેક્સ ટ્રેનનું નામ બદલીને ’નમો ભારત’ કરવાનો નિર્ણય કર્યો છે.