ડોળી ક્લસ્ટર ની તળાવમુવાડા પ્રા શાળા માં વય નિવૃત્તિ સન્માન સમારોહ કાર્યક્રમ યોજાયો

સંતરામપુર : સી.આર.સી. ડોળીમાં સમાવિષ્ટ તળાવમુવાડા પ્રા શાળામાં ફરજ બજાવતા આ.શિ. પારગી છગનભાઇ ધુળાભાઈનો વય નિવૃત્તિ સન્માન સમારોહ કાર્યક્રમ શાળા કક્ષાએ યોજવામાં આવ્યો જેમાં પગાર કેન્દ્રના તમામ આચાર્ય, શિક્ષકમિત્રો તેમજ મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. શાળા પરિવાર વતી આવેલ તમામ મહેમાનું ફુલહાર તેમજ શાલ થી સન્માન કરવામાં આવેલ હતું. કાર્યક્રમનું સમગ્ર આયોજન શાળાના આચાર્ય નરવતભાઈ કે, બામણીયા તેમજ કાર્યક્રમનું સફળ અને સુંદર સંચાલન શાળાના શિક્ષક રમેશભાઈ પટેલીયા દ્વા રા કરવામાં આવ્યું હતું.