ઝાલોદ તાલુકાના લીમડી નગર અને ટાડાગોળા ગામમાં વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા નવરાત્રિ દરમિયાન શસ્ત્ર પૂજન કાર્યક્રમ કરાયું

ઝાલોદ,હાલ માતાજીના પવિત્ર નોરતા ચાલી રહ્યા છે અને માન્યતા એવી છે કે દેવી શક્તિઓ જ્યારે અસુરી શક્તિ સામે લડ્યા હતા. ત્યારે પણ શસ્ત્રોનો ઉપયોગ કરાયો હતો અને હાલની પેઢી આધુનિક જમાનામાં માતાજીની આરાધનાને ભૂલતા જઈ રહ્યા છે. ત્યારે આજની પેઢીમાં શસ્ત્રનુ અને શસ્ત્ર પૂજનનુ મહત્વ વધે તે માટે શસ્ત્ર પૂજન કાર્યક્રમનુ આયોજન કરવામાં આવ્યું હતું.

તારીખ 19.10.2023 ગુરૂવારના રોજ વિશ્વ હિન્દુ પરિષદ બજરંગદળ દાહોદ જિલ્લાના લીમડી પ્રખંડ દ્વારા ટાડાગોળા ગામમા અને લીમડાના  રણછોડરાય મંદિરે શસ્ત્ર પૂજન કરવામાં આવ્યું હતું. તેમજ સનાતન સંસ્કૃતિની રક્ષા બહેન દીકરીઓની રક્ષા ગૌમાતાની રક્ષા તેમજ ધર્માંતરણ અટકાવવા માટેની ચર્ચા કરવામાં જેમાં ખૂબ મોટી સંખ્યામાં ગામ લોકો હાજર રહ્યા હતા. તેમજ વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકર્તાઓ મનીષ પંચાલ લોકેશ દવે પ્રવીણ કલાલ નીતિન પ્રજાપતિ હિંમત પ્રજાપતિ તેમજ બળવંત ખોડ તેમજ દલસીંગગીરી મહારાજ હાજર રહ્યા હતા.