મુંબઇ, રાજ કુંદ્રાની આવનારી ફિલ્મ યૂટી ૬૯નું ટ્રેલર હાલમાં રિલીઝ કરવામાં આવ્યું છે. ફિલ્મમાં દેખાડવામાં આવ્યું છે કે કેવી રીતે રાજને અશ્લીલ ફિલ્મો બનાવવાનાં આરોપમાં જેલમાં મોકલવામાં આવ્યું. ૨૦૨૧માં તેની ધરપકડ થઈ અને આશરે ૨ મહિના જેલમાં વ્યતિત કરવા પડ્યાં. ૧૦ ઑક્ટોબરનાં રાજ, ફરાહ ખાન અને મુનવ્વર ફારુકીએ સાથે એક વીડિયો રિલીઝ કરીને ફિલ્મની ઘોષણા કરી હતી.
ટ્રેલરમાં દેખાડવામાં આવ્યું છે કે તેમણે જેલમાં કઈ રીતે દિવસો વિતાવ્યાં હતાં અને ત્યાંનો માહોલમાં તેમને કેવા પ્રકારની મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો. બુધવારે મુંબઈમાં એક કાર્યક્રમ દરમિયાન ટ્રેલર રિલીઝ કરવામાં આવ્યો હતો.
બેકગ્રાઉન્ડમાં રાજ એક જગ્યાએ બોલે છે કે’આ જેલની બહાર ટીવી પર જોયું હતું પણ ક્યારેય નહોતું વિચાર્યું કે હું પોતે એક દિવસ અંડરટ્રાયલ બનીને આવીશ. ’ટ્રેલરની શરૂઆત ટીવી પર દેખાડવામાં આવતાં ન્યૂઝથી થાય છે કે રાજ કુંદ્રાની ધરપકડ કરવામાં આવી છે. પછી તેમને જેલ લઈ જવામાં આવે છે. જેલમાં પ્રવેશ કરવા પર પોલીસવાળા તેમની બેગ ચેક કરે છે. આ સમયે તેમના તમામ કપડાં ઊતારવાનું કહેવામાં આવે છે. જેલમાં કેદીઓ સાથે તેમનો સામનો થાય છે અને પૂછે છે કે શું તેમણે બિગ બોસમાં પાર્ટ લીધો હતો. ૨ કેદીઓ વાત કરતાં-કરતાં તેમને ’પોર્ન કિંગ’ કહે છે.
રાજ ’યૂટી ૬૯’થી એક્ટિંગમાં ડેબ્યૂ કરી રહ્યાં છે. મેર્ક્સે તેમનાં ઓર્થર રોડ જેલમાં વિતાવેલા દિવસો ફિલ્મમાં દેખાડ્યાં છે. તેનું ડાયરેક્શન શાહનવાઝ અલીએ કર્યું છે. શિલ્પા શેટ્ટીએ પણ ફિલ્મનું ટ્રેલર સોશિયલ મીડિયા પેજ પર શેર કર્યું છે. ૩ નવેમ્બરનાં રોજ સિનેમાઘરોમાં ફિલ્મ રિલીઝ થવા જઈ રહી છે.