મહેસાણામાં ફરી એકવાર રાજકારણ ગરમાયું છે. ભાજપ હોય કે કોંગ્રેસ પણ અનેકવાર આપણે નેતાઓને નારાજ થતાં જોયા છે. જેમાં કોઈક વાર કોઈ નેતા સોશિયલ મીડિયાના માધ્યમથી પોતાની નારાજગી રજૂ કરતાં હોય છે. આવી જ એક ઘટના મહેસાણાના ઊંઝાથી સામે આવી છે. વાત જાણે એમ છે કે, મહેસાણા જિલ્લાની ઊંઝા વિધાનસભા સીટના ભાજપના ધારાસભ્યએ વડનગર ભાજપના એક ગ્રુપમાં કરેલો મેસેજ અનેક સવાલો ઊભા કરી રહ્યો છે.
વિગતો મુજબ ઊંઝાના ધારાસભ્ય કિરીટભાઈ પટેલે વડનગર ભાજપના એક વૉટ્સએપ ગ્રુપના સભ્ય છે. જોકે તેમણે આ ગ્રુપમાં એક મેસેજ કર્યો કે જે ચર્ચાનું કારણ બન્યો છે. જોકે હવે આ મેસેજથી તેઓ કોને અને શું સંદેશ આપવા માંગે છે તે તો આવનાર સમય જ બતાવશે. પરંતુ ભાજપના ધારાસભ્યના એક મેસેજને કારણે હવે અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે અને ઊંઝા સહિત મહેસાણા જિલ્લાનું રાજકારણ ગરમાયું છે.
ઊંઝાના ધારાસભ્ય કિરીટભાઈ પટેલ વડનગર ભાજપના વૉટ્સએપ ગ્રુપ મેસેજ કર્યો હતો કે, ” સાચા વ્યક્તિઓ એકલા પડી નથી જતા તેમને એકલા પાડવામાં આવે છે, જેથી જુઠ્ઠા માણસો પોતાનું ધાર્યું કામ પર પાડવામાં સફળ રહે.” MLA કિરીટભાઈ પટેલના આ મેસેજથી હવે સવાલો ઊભા થાય છે કેમ આ મેસેજ દ્વારા તે શું ઈશારો કરી રહ્યા છે. આ સાથે કિરીટ પટેલ સંગઠનથી નારાજ છે કે પછી અન્ય કોઈ કારણ છે તે પણ હવે ચર્ચાનો વિષય બન્યો છે.