અમરેલી જિલ્લાના બાબરા તાલુકાના લુણકી ગામથી બાબરા શહેરના સરદાર વલ્લભભાઈ પટેલ સર્કલ તરફ ઓધડભાઈ મૂંધવા પોતાની છકડો રિક્ષા લઈને જઈ રહ્યા હતા. આ સમયે તેમની રિક્ષામાં ત્રણ પેસેન્જર પણ સવાર હતા. રિક્ષા ચલાવતી સમયે ઓધડભાઈને હાર્ટ એટેકનો હુમલો આવતા જ રિક્ષા રસ્તાથી નીચે સાઈડમાં ઉતરી ગઈ હતી. તાત્કાલીક 108 દ્વારા ઓધડભાઈને બાબરા હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જ્યાં તબીબો દ્વારા મૃત જાહેર કરવામાં આવ્યા હતા અને હાર્ટ એટેકના કારણો મોત થયાનું જાહેર કરવામાં આવ્યું હતું.
પ્રાપ્ત માહિતી અનુસાર, બાબરા અમરેલી હાઇવે પર આ બનાવ બન્યો હતો. છકડો રીક્ષા ચાલકને ચાલું ડ્રાઇવિંગ દરમિયાન હાર્ટ એટેક આવ્યો હતો. આ સમગ્ર બનાવનાં સીસીટીવી સામે આવ્યા હતા. બાબરા અમરેલી હાઇવે પર છકડો રિક્ષા ચાલકને હાર્ટ એટેક આવતા તે ચાલુ ગાડીએથી નીચે ત્યાં જ ઢળી પડ્યો હતો. રીક્ષા ચાલકનું એટેકથી મોત નિપજ્યું હતું.
ચાલું છકડો રિક્ષામાં એટેક આવતા રીક્ષા ખાડામાં ઉતરી ગઈ હતી. લુણકી ગામના ઓઘડભાઈ પોલભાઈ મુંધવા (ઉમર વર્ષ 46) નું ઘટનાં સ્થળે મોત નિપજ્યુ હતુ. ઓઘડભાઇ પોતાની છકડો રીક્ષા લુણકીથી લઈને બાબરા તરફ આવતા હતા અને બાબરા શહેરમાં આ બનાવ બન્યો હતો.
આ રીક્ષામાં અન્ય ત્રણથી વધારે પેસેન્જરો પણ સવાર હતા, તેમનો ચમત્કારિક બચાવ થયો હતો. રીક્ષા ચાલકને 108 દ્વારા લઈ જવામાં આવ્યા હોસ્પિટલ ખાતે ફરજ પરનાં તબીબે હાર્ટ અટેકથી મૃત્યુ થયાનું જણાવ્યુ હતું.