નાયબ મુખ્યમંત્રી તેજસ્વી યાદવે કહ્યું કે દરેક કૃષિ રોડ મેપમાં બજેટ હોય છે. તમે પણ જાણો છો કે બિહાર માં ઉત્પાદન કેટલું વધ્યું છે. પછી તે ચોખા હોય, ફળ હોય, શાકભાજી હોય, મકાઈ હોય કે માછલી હોય. ભાજપના લોકોને આ બધાની જાણ પણ નથી. તેથી તે શું કહે છે તેનાથી કોઈ ફરક પડતો નથી. અમે તેમના મોં પર તાળું લગાવી શક્તા નથી, તેથી તેમને જે જોઈએ તે બોલવા દો. જનતા બધું જ જાણે છે અને સમજે છે.
તેજસ્વી યાદવે ટોણો મારતા કહ્યું કે ભાજપનો મતલબ લોકોમાં ભ્રમ અને અફવાઓ ફેલાવવી. આ લોકોનું કામ છે. ભાજપમાં જુદા જુદા જૂથો બન્યા છે. બિહારમાં નેતા કોણ હશે તે અંગે એકબીજાની વચ્ચે ખેંચતાણ ચાલી રહી છે. સમ્રાટ ચૌધરી, વિજય સિંહા અને સુશીલ મોદીના પોતપોતાના જૂથો છે. સાંસદો અને ધારાસભ્યોનું એક અલગ જૂથ પણ છે. આ લોકો પોતાની વચ્ચે લડી રહ્યા છે.
જાતિની વસ્તી ગણતરીના આંકડા પર ભાજપ દ્વારા ઉઠાવવામાં આવેલા સવાલ પર તેજસ્વી યાદવે કહ્યું કે જે કોઈ પ્રશ્ર્ન ઉઠાવવા માંગે છે, તેને ઉઠાવવા દો. આ લોકો માત્ર ભ્રમ ફેલાવી રહ્યા છે. બોલનારને કોઈ રોકી શક્તું નથી. જો આટલી બધી છેતરપિંડી થઈ હોય તેમ લાગે છે તો વડાપ્રધાન મોદીને જાતિ ગણતરી કરાવવા માટે પૂછો, તમને કોણ રોકે છે? કાયદો અને વ્યવસ્થાના પ્રશ્ર્ન પર તેમણે કહ્યું કે પોલીસ કાર્યવાહી કરવા માટે સ્વતંત્ર છે. તે ગુનાખોરી પર અંકુશ લાવવા માટે કાર્યવાહી કરી રહ્યો છે, આમાં કોઈને કોઈ મુશ્કેલી ન થવી જોઈએ. જંગલ રાજના સવાલ પર તેજસ્વી યાદવે કહ્યું કે આ જંગલરાજને દિલ્હીમાંથી હટાવવાનું છે.