નવીદિલ્હી, વર્લ્ડ ફૂડ ઈન્ડિયા ૨૦૨૩નું આયોજન દિલ્હીમાં ૩-૫ નવેમ્બર દરમિયાન કરવામાં આવી રહ્યું છે. પીએમ મોદી ૦૩ નવેમ્બરે પ્રગતિ મેદાનના ભારત મંડપમ ખાતે કાર્યક્રમનું ઉદ્ઘાટન કરશે. ૦૫ નવેમ્બરે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ કાર્યક્રમમાં સમાપ્ન સંબોધન કરશે. કેન્દ્રીય મંત્રી પટેલે જણાવ્યું હતું કે ભારતમાં ફૂડ પ્રોસેસિંગ ક્ષેત્રમાં રોકાણની અપાર સંભાવનાઓ છે.
વર્લ્ડ ફૂડ ઈન્ડિયા-૨૦૨૩માં ૬૦ થી ૮૦ શેફ સાથે મળીને વિશ્ર્વનો સૌથી લાંબો બાજરીના ઢોસા બનાવશે. તેઓ ૧૦૦ ફૂટથી મોટો ઢોસો બનાવીને ગિનિસ રેકોર્ડ બનાવવાનો પ્રયાસ કરશે. ખ્યાતનામ રસોઇયા રણવીર બ્રાર દ્વારા સંચાલિત એક્સપેરિએન્શિયલ ફૂડ સ્ટ્રીટ, ફૂડ ઉત્સાહીઓ અને ઉદ્યોગ વ્યાવસાયિકો માટે મુખ્ય આકર્ષણ હશે.
વર્લ્ડ ફૂડ ઈન્ડિયામાં નેધરલેન્ડ પાર્ટનર કન્ટ્રી હશે, જ્યારે જાપાન અને વિયેતનામ ફોક્સ કન્ટ્રીઝ હશે. કાર્યક્રમનો ઉદ્દેશ્ય વૈશ્ર્વિક હિસ્સેદારો તરફથી સહકાર અને રોકાણની અપેક્ષામાં ભારતીય ખાદ્ય પ્રક્રિયા ક્ષેત્રને દશવવાનો છે. આ ઈવેન્ટનું આયોજન ઈન્ટરનેશનલ યર ઓફ મિલેટ્સ ૨૦૨૩ના ભાગ રૂપે કરવામાં આવી રહ્યું છે અને બાજરી, ઓર્ગેનિક પ્રોડક્ટ્સ અને સ્વદેશી પ્રોસેસ્ડ ફૂડ્સ પર ફોક્સ કરવામાં આવશે.
ઇન્ટરનેશનલ યર ઓફ મિલેટ્સ-૨૦૨૩ની ઉજવણી કરવા માટે, બાજરીના પીણાંના ૫૦ હજાર ટેટ્રા-પેક ક્ધટેનરનો વિશાળ જથ્થો બનાવવામાં આવશે અને વંચિત બાળકોને વિતરણ કરવામાં આવશે. ત્રણ દિવસમાં આવનારા ૭૫ હજાર મુલાકાતીઓ નૃત્ય અને સંગીતના કાર્યક્રમો સહિતના સાંસ્કૃતિક કાર્યક્રમોનો પણ આનંદ માણશે. ભારત સૌથી ઝડપથી વિક્સતી અર્થવ્યવસ્થાઓમાંની એક છે, ત્યાં રોકાણની ઘણી તકો છે, ખાસ કરીને ફૂડ પ્રોસેસિંગ સેક્ટરમાં. આ કાર્યક્રમ સરકારના વિવિધ વિભાગો વચ્ચેના પરસ્પર સહકારનું અનોખું ઉદાહરણ છે. ૧૧ કેન્દ્રીય મંત્રાલયો અને વિભાગો અને તેમની સાથે સંકળાયેલ સ્વાયત્ત સંસ્થાઓ તેમાં ભાગ લઈ રહી છે. અત્યાર સુધીમાં, ૨૩ રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશો અને ૧૬ દેશોના પ્રદર્શકો ઇવેન્ટમાં ભાગ લેવા માટે સંમત થયા છે.