સનકી તાનાશાહ કિમ જોંગ ઉન ફરી ચર્ચામાં, પરમાણુ રિએક્ટર શરૂ કરતા વિશ્વના દેશો ચિંતિત

ઉત્તર કોરિયાના તાનાશાહ કિમ જોંગ ઉને ફરીવાર પરમાણુ રિએક્ટર ચાલુ કરતા દુનિયાના દેશોની ચિંતા વધી છે. આશરે 5 મેગાવોટના પરમાણુ રિએક્ટરમાં પરમાણુ હથિયાર બનાવવામાં આવી રહ્યા છે. જે અંગેનો ખુલાસો સંયુક્ત રાષ્ટ્ર પરમાણુ એજન્સી દ્વારા કરવામાં આવ્યો છે.

  • કિમ જોંગ ઉન પાસે ૬૦થી વધારે પરમાણુ બોમ્બ
  • ઉત્તર કોરિયા વધુ ૬ પરમાણુ બોમ્બ બનાવવાની ક્ષમતા ધરાવે છે
  • ઉત્તર કોરિયાના નિશાને અમેરિકા, જાપાન અને દક્ષિણ કોરિયા

ઉત્તર કોરિયાના તાનાશાહ કિમ જોંગ ઉને 3 વર્ષ બાદ ફરી એકવાર પોતાનું પરમાણું રિએક્ટર શરૂ કર્યાના એહવાલ સામે આવી રહ્યાં છે. આ રિએક્ટર 5 મેગાવોટનું છે અને ઉત્તર કોરિયાના યોંગબ્યોન પરમાણું પરિસરમાં સ્થિત છે. સંયુક્ત રાષ્ટ્ર પરમાણું એજન્સીએ જણાવ્યું કે, એવું લાગે છે કે- ઉત્તર કોરિયાએ હથિયાર માટેના ઈંધણનું ઉત્પાદન કરવા માટે વપરાતા પોતાના મુખ્ય પરમાણું રિએક્ટરનું સંચાલન ફરી શરૂ કર્યું છે.

આ રિએક્ટર પ્લૂટોનિયમનું ઉત્પાદન કરે છે, જે યુરેનિયમ સાથે પરમાણું હથિયાર બનાવવા માટે ઉપયોગમાં લેવાતા 2 જરૂરી વસ્તુઓમાંથી એક છે. આ ખુલાસા બાદ સમગ્ર વિશ્વની ચિંતામાં વધારો થયો છે. આઈએઈએ દ્વારા કહેવામા આવ્યું કે,’ઉત્તર કોરિયાની પરમાણું એક્ટિવિટીઝ ગંભીર ચિંતાનું કારણ છે. આ ઉપરાંત 5 મેગાવોટ રિએક્ટર અને રેડિયોકેમિકલ પ્રયોગશાળાના સંચાલનના નવા સંકેત ચિંતાજનક છે.’ એક એહવાલ અનુસાર, કિમ જોંગ ઉનની સેના પાસે 60થી વધુ પરમાણુ બોમ્બ છે. જેના નિશાના પર અમેરિકા, જાપાન અને દક્ષિણ કોરિયા છે. રસાયણિક હથિયારોના જથ્થાની દ્રષ્ટિએ ઉત્તર કોરિયા વિશ્વમાં ત્રીજા સ્થાને છે. ઉત્તર કોરિયા દરવર્ષે 6 નવા પરમાણુ બોમ્બ બનાવવાની ક્ષમતા ધરાવે છે.