ભાજપના નેતા શાહનવાઝ હુસૈન સામે જારી સમન્સ પર પ્રતિબંધ મુકાયો

નવીદિલ્હી, બીજેપી નેતા સૈયદ શાહનવાઝ હુસૈનને દિલ્હીની કોર્ટમાંથી રાહત મળી છે. બળાત્કાર અને ગુનાહિત ધાકધમકીનો આક્ષેપ કરનાર મહિલાની ફરિયાદના આધારે મેજિસ્ટ્રેટ કોર્ટે સમન્સ જારી કર્યા હતા. જેના પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે.

સ્પેશિયલ જજ એમકે નાગપાલે મેજિસ્ટ્રેટ કોર્ટના આદેશ સામે હુસૈનની રિવિઝન અરજી પર આ આદેશ આપ્યો હતો. જેમાં તેને ૨૦ ઓક્ટોબરે કોર્ટમાં હાજર રહેવા જણાવાયું હતું. ૧૭ ઓક્ટોબરે આપેલા આદેશમાં ન્યાયાધીશે અરજી પર ફરિયાદીને નોટિસ પણ જારી કરી હતી અને ૮ નવેમ્બર સુધીમાં જવાબ માંગ્યો હતો.

જાણકારી માટે તમને જણાવી દઈએ કે બીજેપી નેતા હુસૈને તેમની અરજીમાં દાવો કર્યો હતો કે મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટે સીપીસીની કલમ ૧૬૪ હેઠળ ફરિયાદી દ્વારા આપવામાં આવેલા નિવેદનના આધારે જ સંજ્ઞાન લીધું છે. જોકે, નશાની હાલતમાં આવી કોઈ ઘટના બની નથી. કોઈ રેકોર્ડ કે કોઈ પુરાવા નથી. જેના કારણે આવી કોઈ ઘટના બની હોય તેવું લાગી રહ્યું છે.