વડોદરા, પીએમઓમાં એડવાઈઝર હોવાની ઓળખ આપનારા ગુજરાતના વધુ એક ઠગભગત મયંક તિવારી સામે સીબીઆઈએ ફરિયાદ નોંધી છે. સેન્ટ્રલ બ્ચુરો ઓફ ઈન્વેસ્ટિગશનની ટીમે વડોદરાના એક કેસમાં મયંક સામે ફરિયાદ નોંધી છે. મળતી માહિતી અનુસાર, મંયક તિવારીએ પોતે પીએમઓના અધિકારી હોવાનું કહીને વડોદરાની અગ્રવાલ હોસ્પિટલના ડોક્ટર અગ્રવાલને ધાકધમકી આપી હતી. મયંકે ડોક્ટર અગ્રવાલને અન્ય એક હોસ્પિટલ સાથે ચાલતા ૧૬.૪૩ કરોડના વિવાદમાં સમાધાન કરી લેવા જણાવ્યું હતું. આ મામલે હવે સીબીઆઈએ મયંક તિવારી સામે ફરિયાદ નોંધી છે.
પીએમઓમાં એડવાઈઝર હોવાની ઓળખ આપનાર મંયક તિવારીએ અત્યાર સુધીમાં અનેક લોકો સાથે છેતરપિંડી આચરી છે. એટલે કે તે અત્યાર સુધીમાં અનેક લોકોને બાટલીમાં ઉતારી ચૂક્યો છે. તેણે તાજેતરમાં જ વડોદરાની એક સ્કૂલમાં પોતાના ઓળખીતાઓના બાળકોના એડમિશન કરાવ્યા હતા. તો મયંક તિવારીએ શિક્ષણની મંજૂરીઓ લઈ આપવાની લાલચ આપીને મોટી રકમ પડાવવાનો કારસ પણ રચ્યો હતો. જેની ફરિયાદ નોંધાયા બાદ વડોદરા ગ્રામ્ય પોલીસે તેની ધરપકડ કરી હતી. ત્યારે હવે તેની સામે સીબીઆઈએ પણ ફરિયાદ નોંયા બાદ મયંક તિવારીની મુશ્કેલીઓ વધી છે.
આપને જણાવી દઈએ કે, થોડા મહિના અગાઉ જ પીએમઓ ઓફિસમા અધિકારી હોવાની ઓળખ આપીને ઘણા લાકો સાથે કરોડોની છેતરપિંડી આચરનારા અને અધિકારી બનીને જમ્મુ-કાશ્મીર જઈ આવેલા કિરણ પટેલની ધરપકડ કરવામાં આવી હરતી. તેની સામે હજુ કાયદાકીય પગલા પૂર્ણ થયા નથી ત્યાં વધુ એક ઠગ સામે આવતા સેન્ટ્રલ એજન્સીઓ એલર્ટ બની ગઈ છે.