ઈઝરાયેલ અને હમાસ વચ્ચે ચાલી રહેલા યુદ્ધ (Israel vs Hamas War) દરમિયાન ભારતીયોને વતન પરત લાવવા ઓપરેશન અજય હેઠળની પાંચમી ફ્લાઈટ નવી દિલ્હી આવી પહોંચી હતી જેમાં ભારતીય નાગરિકો સાથે નેપાળના નાગરિકો પણ સામેલ છે.
ઈઝરાયેલ પર હમાસ દ્વારા કરવામાં આવેલા ભયાનક હુમલા (horrific attac) બાદ ભારત દ્વારા ઓપરેશન અજય શરુ કરવામાં આવ્યું હતું જેમાં ભારતીયોને પરત લાવવામાં આવી રહ્યા છે ત્યારે આ પહેલા ચાર ફ્લાઈટ દ્વારા ભારતીયોને દેશમાં પરત લઈ આવવામાં હતા. હવે પાંચમી ફ્લાઈટમાં 286 વધુ નાગરિકોને ઈઝરાયેલમાંથી દિલ્હી લાવવામાં (citizens have been brought) આવ્યા છે આ નાગરિકોમાં 18 નેપાળના નાગરિકો પણ સામેલ છે. માહિતી અને પ્રસારણ રાજ્ય મંત્રીએ આ તમામ નાગરિકોનું એરપોર્ટ પર સ્વાગત કર્યું હતું. આ તમામને ઓપરેશનના ભાગરૂપે સ્પેશિયલ ચાર્ટર્ડ પ્લેન દ્વારા (special chartered planes) લાવવામાં આવ્યા છે. વિદેશ મંત્રાલયના પ્રવક્તાએ કહ્યું હતું કે ઓપરેશન અજય અંતર્ગત પાંચમી ફ્લાઈટમાં 18 નેપાળી નાગરિકો સહિત 286 મુસાફરો આવ્યા છે.
ઉલ્લેખનીય છે કે ઈઝરાયેલમાં ફસાયેલા લગભગ 18,000 ભારતીયોને પરત લાવવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા ઓપરેશન અજય શરૂ (Operation Ajay) કરવામાં આવ્યું છે. ગુરુવારથી ભારતીયોની નોંધણી શરૂ થઈ ગઈ છે. આ હુમલાને એક અઠવાડિયાથી વધુ સમય થઈ ગયો છે, જેમાં 1,300 થી વધુ ઈઝરાયેલીઓ માર્યા ગયા છે, જ્યારે ઈઝરાયેલની જવાબી કાર્યવાહીમાં 3000 થી વધુ પેલેસ્ટિનિયનો પણ માર્યા ગયા છે.