દે.બારીઆ તાલુકામાં મહિલાને ડાકણ જેવા શબ્દો બોલી પાડોશી દ્વારા પરેશાન કરાતા અભયમ દ્વારા સમાધાન કરાવ્યુ

દે.બારીઆ, પ્રાપ્ત માહિતી અનુસાર દે.બારીઆ તાલુકા નજીક આવેલા ગામમાંથી એક પીડિતાએ 181 મહિલા અભયમ હેલ્પલાઈનમાં ફોન કરી ફરિયાદ કરી હતી જેથી સ્થળ પર 181 ટીમ પહોંચતા કાઉન્સલિંગ કરતા જણાવ્યુ હતુ કે,તેના પાડોશી તેને વારંવાર ડાકણ જેવા શબ્દો બોલી અને વારંવાર ઝધડો કરી હેરાનગતિ કરે છે. પીડિતાએ જણાવ્યુ હતુ કે,અમારે જમીન બાબતનો ઝધડો હતો તે માટે ધણીવાર પંચ ભેગુ કરવા છતાં કોઈ નિકાલ આવતો ન હતો અને વારંવાર તેઓ અપશબ્દો બોલી હેરાનગતિ કરતા હતા. જેથી પીડિતાના પાડોશી તેમજ તેમના લોકોને બોલાવી અને પીડિતાના પાડોશીને સમજાવ્યા અને કહ્યુ કે તમારી માં સમાન વડીલ વ્યકિત હોય જેથી આવા શબ્દો તમને ના બોલવા જોઈએ અને ડાકણ શબ્દ કોઈપણ સ્ત્રીને આવો અપમાનજકમ શબ્દ ના બોલાય, તમારે જે કઈં સમસ્યા હોય તે જણાવો જેથી યોગ્ય નિકાલ થાયફ તમારો દિકરો કુદરતી રીતે મૃત્યુ પામ્યો છે એમાં તમારા પાડોશીનો શો વાંક ? જેથી તેઓને અપશબ્દો બોલી હેરાનગતિ ના કરાય, જેથી તેમના પાડોશીને પણ સમજાવ્યા અને તેમના વડીલોને પણ આ બાબતે ઘ્યાન દોરવા 181 અભયમ ટીમે જણાવ્યુ હતુ. તમારે મારપીટ અથવા કોઈ મોટા ઝધડાનુ સ્વરૂપ હોય તે દરમિયાન 181 ફોન કરી મદદ લઈ શકો છો.જેથી 181 અભયમ ટીમે પીડિતાના પાડોશીને સમજાવી અને બીજીવાર આવી ભુલ ન થાય તે માટે સુચન આપી સમાધાન કરાવ્યુ હતુ.