અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દાહોદ

દાહોદ,અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દાહોદ દ્વારા 12/10/2023નાં રોજ નવજીવન આર્ટ્સ અને કોમર્સ કોલેજમાં વિદ્યાર્થીઓ પાસે થી ઓછી હાજરી અને એસાયમેન્ટનાં નામે ખોરી રીતે પૈસા લેતાં હોય જેનાં માટે ABVP દાહોદ દ્વારા કોલેજનાં પ્રિન્સીપાલને આવેદન આપવાં આવ્યું હતું. આવેદનમાં એમને 5 દિવસનો સમય આપ્યો હતો. જ્યારે ABVP 5 માં દિવસ જવાબ લેવા જાય છે. ત્યારે ટ્રસ્ટી દ્વારા ABVP ના કાર્યકર્તાને જવાબ આપવાનીનાં પાડી હતી. ABVP બીજા દિવસે કોલેજમાં વિદ્યાર્થીઓનાં ન્યાય મારે શાંતીથી ધારણા પર બેઠા હતા. ત્યારે કોલેજ પ્રશાસન દ્વારા પોલીસ બોલાવી ABVP નાં કાર્યકર્તાઓ પરય દબાણ કરવામાં આવ્યું. કોલેજનાં આ દાદાગીરીનાં વલણ થી એમની ચોરી દેખાય આવે છે. ABVP વિદ્યાર્થીઓને ન્યાય નહીં મળે ત્યાં સુધી લડત ચાલું રાખશે.